fbpx
ગુજરાત

જવેલર્સ પર નોટબંધી સંદર્ભે કરોડોનું કૌભાંડ આચાર્યાનો કર્યો હતો આક્ષેપ સુરતમાં ભાજપ ઉપપ્રમુખ પીવીએસ શર્માના ઘરે આઇટીના દરોડા

સુરત ભાજપના ઉપપ્રમુખ પીવીએસ શર્માને ત્યાં આવક વેરા વિભાગ અને સુરત પોલીસે સાથે મળી દરોડા પડ્યા છે. શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલા તેમના નિવાસ સ્થાને દરોડા પડ્યા છે. આઇટી વિભાગે હાલ પીવીએસ શર્માનો મોબાઈલ જપ્ત પણ કરી લીધો છે. જેના કારણે તેઓ પોતાના ઘરની નીચે ઘરણાં પર બેઠા છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા પીવી શર્માએ આક્ષેપ કર્યા હતા કે નોટબંધી દરમિયાન કલા મંદિર જવેલર્સ દ્વારા કરોડો રૂપિયાનો કૌભાંડ કરવામાં આવ્યો છે અને તેમની પાસે તેના પુરાવા પણ છે. પીવીએસ શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રીને ટ્‌વીટ કરી ઇડી અને સીબીઆઇ તપાસની માંગ કરી હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરતમાં પીવીએસ શર્માના ઘરે મોડીરાત્રે આઇટીના દરોડા પડતા ખળભળાટ મચી જવા પામી છે. શહેરના પીપલોદમાં આવેલા તેમના નિવાસ સ્થાને દરોડા પડ્યા છે. પીવીએસ શર્માએ ગઈકાલે નોટબંધી સંદર્ભે કૌભાંડ અંગે ટિ્‌વટ કર્યુ હતું. ત્યારબાદ મોડીરાત્રે અમદાવાદ, વડોદરા, સુરતમાં આઇટીની રેડ પડી હતી. પીવીએસ શર્મા માજી ઇન્કમ ટેક્સ અધિકારી છે, જેમના ઘરે આઇટીની ટીમ પહોંચી છે. ઇન્કમ ટેક્સ મામલે ટ્‌વીટ કરનારા છે ભાજપના નેતા ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે.
ગઈકાલે પીવીએસ શર્માએ નોટબંધી મામલે ટિ્‌વટ કર્યું હતું. જેમાં તેમણે નોટબંધી સંદર્ભે ૧૧૦ કરોડના મામલે આવકવેરા વિભાગે કરેલી કાર્યવાહી સામે ફરિયાદ કરી હતી. તેમણે વડાપ્રધાન અને નાણામંત્રીને સંબોધીને ટિ્‌વટ કરી હતી. ટ્‌વીટમાં પીવીએસ શર્માએ પુરાવાની ફોટો કોપી પણ મૂકી હતી. પરંતુ ક્્યાં મુદ્દે અને ક્્યાં કારણોસર ઇન્કમટેક્સ વિભાગે રેડ કરી તે જાણી શકાયું નથી.

Follow Me:

Related Posts