fbpx
ગુજરાત

રાજકોટમાં અચાનક કોરોના કેસોમાં ઘટાડોઃ ૧૦ હોસ્પિટલોએ સારવાર બંધ કરવા પરવાનગી માંગી

છેલ્લા છ મહીનાથી રાજકોટને ધમરોળતા કોરોનાની સાંકળ તોડવામાં તંત્ર સફળ રહ્ય્š છે. એક સમયે હાઉસફુલ રહેતી કોરોના હોસ્પિલમાં દર્દીઓની સંખ્યા ઘટતા ૧૦ જેટલી ખાનગી હોસ્પિટલોએ કોરોનાની સારવાર બંધ કરવાની પરવાનગી માંગી છે.
જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યુ હતુ કે પ્રવર્તમાન સ્થિતિએ કોરોના નું સંક્રમણ ઘટયુ છે. આમ છતા કાળજી અને સાવચેતી રાખવી જરૂરી છે. શિયાળની સિઝનમા સંભવતઃ કોરોનાની બીજી લહેરની શકયતા અવગણી ન શકાય આથી સરકારી કોવીડ સેન્ટરને હાલ બંધ કરવામાં નહી આવે. કલેકટરે જણાવ્યુ હતુ કે રાજકોટ શહેરરમા ૩૪ જેટલી ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરવામાં આવી રહી છે.
તેમાથી ૧૦ જેટલી હોસ્પિટલોના સંચાલકોએ સારવાર બંધ કરવા પરવાનગી માંગી છે. એકાદ સપ્તાહમાં તનો ર્નિણય કરવામાં આવશે, જાે કે કોવિડ હોસ્પિટલ બંધ કરતા પહેલા હોસ્પિટલના સંચાલકોએ બાંહેધરી પણ આપવી પડશે.
બુધવારની સ્થિતિએ શહેરની ૩૪ ખાનગી હોસ્પિટલમાં ૧૧૯૯ સહીત જિલ્લામાં ૨૬૯૫ બેડમાંથી ૧૮૭૭ બેડ ખાલી પડયા છે. કોરોનાના દર્દીનો ઘટતા ખાનગી હોસ્પિટલમાં સ્ટાફ અને સારવારનો ખર્ચ પરવડી તેમ ન હોવાથી બંધ કરવાનો ર્નિણય આવ્યો છે. આ શહેરમાં કોરોનાની હોસ્પિટલમાં ૬૫ ટકા બેડ ખાલી પડયા છે.
રાજકોટમાં તંત્ર દ્વારા કોરોનાની સ્થિતી કાબુમાં હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ છે. કોરોના વિરુદ્ધ પરિસ્થિતિ કાબુમાં આવી હોવાનું દેખાડવા માટે ટેસ્ટ ઘટાડવામાં આવ્યાં છે. તેના માટે તારીખ ૧થી ૧૦ ઓક્ટોમ્બર દરમ્યાન ૪૯,૫૭૬ ટેસ્ટ કરાયા અને ૯૮૩ કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ૧૧થી ૨૦ ઓક્ટો ૩૮૭૮૯ ટેસ્ટ કરાયા અને ૭૪૫ કેસ પોઝિટિવ આવ્યા હોવાનો ખુલાસો થયો છે.

Follow Me:

Related Posts