fbpx
ગુજરાત

આજે સ્મૃતિ ઇરાની ગુજરાત આવશેઃ પેટા બેઠકો પર ચૂંટણી પ્રચાર કરશે

ગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠક પર ૩ નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પ્રચારમાં લાગી ગયાં છે. ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ૨૩ ઓક્ટોબર શુક્રવારે મોરબી, લીંબડી, ગઢડા અને કરજણ બેઠક પર ચૂંટણી સભા ગજવશે.
ભાજપના ૩૦ સ્ટાર પ્રચારકો હવે ૮ બેઠકો કબજે કરવા પ્રચારમાં લાગી ગયાં છે. ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ૨૩ ઓક્ટોબરે સવારે ૧૦ કલાકે મોરબીમાં બ્રિજેશ મેરજાના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધશે. ત્યાર બાદ બપોરે દોઢ વાગ્યો લીંબડીમાં કિરીટસિંહ રાણાના સમર્થનમાં સભા ગજવશે. આ ઉપરાંત બપોરે ૪.૩૦ કલાકે ગઢડા બેઠક પર આત્મારામ પરમારનાં સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે. છેલ્લે રાત્રે ૮.૦૦ કલાકે કરજણ બેઠક પર અક્ષયભાઈ પટેલના સમર્થનમાં જાહેર સભાને સંબોધશે.

Follow Me:

Related Posts