fbpx
ગુજરાત

એશિયન ગેમ્સ ચેમ્પિયન, ગોલ્ડ મેડાલિસ્ટ સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂક : ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટ્વિટ કરી માહિતી આપી, અભિનંદન પાઠવ્યા

ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર ૧૮ મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4×400 મી. રિલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ગુજરાતની દીકરી શક્તિવંદના સ્વરૂપા સુ.શ્રી સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણૂક બદલ અભિનંદન. ગુજરાત સરકાર દ્વારા એશિયન ગેમ્સ ચેમ્પિયન, ગોલ્ડ મેડાલિસ્ટ સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટ્વિટ કરી માહિતી આપી હતી, અને સરિતાને અભિનંદન પાઠવ્યા હતા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટ્વિટમાં જણાવ્યુ હતું કે ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર ૧૮ મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4×400રિલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ગુજરાતની દીકરી શક્તિવંદના સ્વરૂપા સુ.શ્રી સરિતા ગાયકવાડને નવરાત્રિના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ ઓઇલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણૂક બદલ અભિનંદન. ઉલ્લેખનીય છે કે 2018માં સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સમાં ભારતની 4×400 મીટર રિલે દોડની ટીમમાં સભ્ય હતી, આ ટીમે ત્યારે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આમ દુર્ગાષ્ટમીએ મહિલા શક્તિની સરકારે કદર કરી છે. એમ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું, નોંધનીય છે કે સરિતા ગુજરાત સરકારની બેટી બચાવો અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. સરિતા ગાયકવાડનો જન્મ ડાંગ જિલ્લાના કરડીઆંબા ગામમાં થયો હતો. સરિતા લક્ષ્મણભાઇ ગાયકવાડનો જન્મ ૧ જૂન ૧૯૯૪ના રોજ ગુજરાતનાં ડાંગ જિલ્લાના કરડીઆંબા ગામ ખાતે આદિવાસી પરિવારમાં થયો હતો, એશિયન ગેમ્સ પહેલા તેમણે ગુજરાત તરફથી રાષ્ટ્રિય કક્ષાની ખો ખો સ્પર્ધામાં વર્ષ ૨૦૧૦ સુધી ભાગ લીધો હતો, તેમની ડીવાએસપી તરીકે નિમણૂક થઈ તે પહેલા તેઓ આવકવેરા વિભાગમાં કામ કરતાં હતા.

Follow Me:

Related Posts