fbpx
ગુજરાત

ગીરનાર રોપ વેના દરમાં ઘટાડો કરવા રજૂઆત કરતા હસમુખ પટેલ

વંદે માતરમ્ જયભારત સાથ જણાવવાનું કે આજરોજ વર્ષોથી ચાલતો ગીરનાર રોપ – વે પ્રોજેકટ પ્રજા માટે લોકાર્પણ થયો એ બદલ સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન . ભુતપુર્વ મંત્રી – સાંસદ સ્વ . ભાવનાબેન ચિખલીયાનો પ્રિમ પ્રોજેકટ આજે ફાયનલી પ્રજા યોગ્ય બન્યો છે . ત્યારે ગીરનાર રોપ – વેના સ્વપ્નને સાકાર કરવા નાના કાર્યકર્તાથી લઈ પદાઘીકારીઓ સહીત દરેક પક્ષના રાજનેતાઓના સનિષ્ઠ પ્રયાસનું ફળ એટલે ગીરનાર રોપ – વે . ફરી વખત આ પ્રોજેકટની સફળતા માટે સહભાગી થનાર સૌ કોઈને અભિનંદન . ગીરનાર રોપ – વેમાં સફર કરવા માટેની ફી રૂ . ૭૫૦ / – રાખવામાં આવી છે . જે ફીમાં ઘટાડો કરવા લોકહીતમાં અમારી માંગ છે . ખરેખર ૫૦૦ / – રૂ . સુધીની ફી રાખી અને ૨૫૦ / – રૂ . ઓછી કરવી જોઈએ એવી અમારી માંગ છે . ઉપરાંત ગીરનાર પર ૧ કલાકથી વધુ રોકાવા માટે રૂ . ૧૦૦ / – એક કલાક આપવાની વાત જે સમાચાર માધ્યમથી અમારી સામે આવી છે . તે વ્યાજબી નથી . રોપ – વે અંબાજી સુધી જઈ ત્યાંથી ગુરુ દતાત્રેય સુધી જવા વાળા લોકો ૧ કલાકમાં પરત આવી ન શકે એટલે આ સમય મર્યાદા ૪-૫ કલાકની રાખવી જોઈએ અથવા આવી કોઈ સમય મર્યાદા ન રાખવી જોઈએ એવી અમારી માંગ છે . ઉપરાંત પ્રવાસીઓ સાથે આવેલ બાળકોની ફી પણ ઓછી કરી રૂ . ૩૦૦ / – રાખવી અમારી રજુઆત છે . વધુમાં અને ખાસ જણાવવાનું કે બાળકોની નિયત કરેલ ફીમાંથી શાળા પ્રવાસમાં આવતા વિદ્યાર્થીઓને ૫૦ % કન્સેશન આપવામાં આવે એવી અમારી રજુઆત છે . હાલમાં જે ફી નકકી થઈ છે એ મુજબ દર કલાકે રોપ – વે કા . ને લાખ રૂપિયાની આવક થાય એ મુજબ રોજની ૩૦ થી ૫૦ લાખ રૂપિયાની આવક કા . ને થાય છે . તો ગીરનાર રોપ – વે પ્રોજેકટનો ખર્ચ જુજ સમયમાં ઊભો થઈ શકે છે . એટલે કાને વધુ ફાયદો થાય એથી પણ પ્રજાને ફાયદો અને પ્રજા હિતનું પણ ધ્યાન રાખીને રોપ – વેના દર નકકી કરવામાં આવે એવી અમારી માંગણી છે . ઉપરોકત અમારી માંગ નિસ્વાર્થ બિનરાજકીય અને પ્રજા હિતની હોય સત્વરે યોગ્ય કરવા વિનંતી .

Follow Me:

Related Posts