fbpx
ગુજરાત

કોરોનાનું જાેર વધતા અમદાવાદના રાણીપ વિસ્તારમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર

હાલ સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર થોડો ઓસર્યો છે, પરંતુ અમુક વિસ્તારોમાં હજુ પણ કોરોનાના કેસો કૂદકેને ભૂસકે વધી રહ્યા છે ત્યારે એક સમયનું કોરોના એપીસેન્ટર અમદાવાદમાં ફરી કોરોનાએ માથું ઉંચક્્યું છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે વધતા સ્થાનિક લોકોએ જાતે જ સ્વયંભૂ લોકડાઉન કરવાનો ર્નિણય લીધો છે.
અમદાવાદના રાણીપમાં આજથી સ્વયંભૂ લૉકડાઉન જાહેર થતા આસપાસના વિસ્તારો સતર્ક બન્યા છે. રાણીપ વિસ્તારમાં આવેલા રાધાસ્વામી રોડ પર સ્થાનિકોનું સ્વયંતભૂ લૉકડાઉન જાહેર કર્યું છે. એવું કહેવાઈ છે કે એક સપ્તાહમાં ૬ લોકોના કોરોનાથી મોત થતા સ્વયંભૂ લોકડાઉનનો ર્નિણય લેવાયો છે. આ ર્નિણયને સામાજિક સંસ્થા, રાણીપની ૫૦થી વધુ સોસાયટીનું બંધને સમર્થન આપવામાં આવ્યું છે, જેથી ૧૦ દિવસ સુધી રાણીપમાં સ્વયંભૂ લૉકડાઉન રહેશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજથી રાણીપ વિસ્તારમા સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. વહેલી સવારથી રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા હતા. રાણીપ વિસ્તારમાં આવેલ રાધાસ્વામી રોડ પર સ્થાનિકોએ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. એક જ અઠવાડિયામાં ૬ લોકોના કોરોનાથી મોત થતા આ ર્નિણય લેવાયો છે.
બીજી બાજુ રાધા સ્વામી રોડ પર લોકડાઉન જાહેર કર્યાના બેનરો લાગ્યા છે. સામાજિક સંસ્થા અને રાણીપની ૫૦થી વધુ સોસાયટીઓ સ્વયંભૂ લોકડાઉનમાં જાેડાઈ છે. આજે સવારથી રાણીપ રાધાસ્વામી રોડ દુકાનો બંધ જાેવા મળી હતી. જેથી આજથી આગામી ૧૦ દિવસ સુધી રાણીપમાં સ્વયંભૂ લોકડાઉન રહેશે.

Follow Me:

Related Posts