fbpx
ગુજરાત

રમણ પાટકરે રૂપાણીની હાજરીમાં સરકારના વટાણા વેરી દીધા, બોલ્યા- જીતુ ચૌધરી કોંગ્રેસમાં હતા ત્યારે વિકાસ માટે સરકાર તેમને ઓછા પૈસા આપતી હતી

ગુજરાત રાજ્ય માં કોંગ્રેસના ધારાસભ્યો તેમના વિકાસના વિસ્તાર માટે સરકાર પૂરતી ગ્રાન્ટ ન આપતી હોવાના આક્ષેપો કરતા રહે છે. ત્યારે ગુજરાત સરકારના જ પ્રધાને આ મુદ્દે વિવાદિત અને ચોંકાવનારું નિવેદન આપી આક્ષેપો સાચા હોવાની સત્તાવાર મહોર મારી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના કપરાડામાં સીએમ રૂપાણીની હાજરીમાં જ વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકરે બફાટ કર્યો હતો. નોંધનીય છે કે આ મામસે રમણ પાટકરે જણાવ્યું કે જીતુ ચૌધરી કોંગ્રેસમાં હતા ત્યારે કપરાડાના વિકાસ માટે સરકાર તેમને ઓછા પૈસા આપતી હતી. તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે તેમને કામ કરવામાં અગવડ પડતી હતી.
પરંતુ હવે તેઓ ભાજપમાં આવી ગયા છે એટલે હવે તેઓ સારુ કામ કરી શકશે અને કપરાડાનો વિકાસ થશે. સીએમની હાજરીમાં જ રમણ પાટકરે આપેલા નિવેદન બાદ રાજકીય ગરમાવો આવ્યો છે. નોંધનીય છે કે કપરાડામાં યોજાયેલી જાહેર સભાને સીએમ રુપાણીએ સંબોધી હતી. જેમાં સીએમ રુપાણીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને કે કોંગ્રેસને કાયમી માટે દફનાવાની છે.
વિપક્ષ પર આકરા પ્રહાર કરતા સીએમ રૂપાણીએ જનમેદનીને સંબોધી હતી કે કોંગ્રેસના નેતાઓ પર લોકોને હવે વિશ્વાસ રહ્યો નથી. કોંગ્રેસ માત્ર વિરોધ કરવાનું નાટક કર્યા કરે છે. ત્યારે બીજી તરફ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં કોંગ્રેસ સંપૂર્ણ પણે તૂટી ગઈ છે. કોંગ્રેસ પક્ષના પર ગંભીર આક્ષેપો કર્યો હતા. જ્યારે બીજી તરફ સી્‌મ રૂપાણીએ આઠેય બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત છે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Follow Me:

Related Posts