fbpx
ગુજરાત

પેટાચૂંટણીના પ્રચારઃ ભાજપ વહેંચી રહ્યું મોદી-શાહ-રૂપાણીનાં ‘ફેસમાસ્ક’ વહેંચી રહ્યો છે

કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકની પેટાચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ભાજપ દ્વારા મતદારો અને કાર્યકરોને કોરોનામાસ્ક આપવાને બદલે મોદી, અમિત શાહ અને રૂપાણીનાં ફેસમાસ્ક આપવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં, કોરોનાકાળમાં કાર્યકરો અને સમર્થકો મોદી-શાહ માસ્ક પહેરે તો કેટલી સલામતી રહેશે એ પ્રશ્ન ઊઠ્યો છે. ગુજરાતની ૮ બેઠક પર પેટાચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે,
ત્યારે ભાજપ દ્વારા પ્રચાર-પ્રસાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ફેસમાસ્કથી લઇને કટ આઉટ, ટોપી, ઝંડા સહિતની ૩૬ વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા જુદી જુદી ૩૬ જેટલી વસ્તુઓ, પત્રિકાઓ પ્રચાર-પ્રસાર માટે બનાવવામાં આવી છે, જેમાં બાળકો, યુવાનો, મહિલાઓ, ખેડૂતો તેમજ વિવિધ વર્ગો માટે અલગ-અલગ પ્રકારનાં પ્રચાર સાહિત્ય અને વસ્તુઓ બનાવવામાં આવ્યાં છે, જેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની કામગીરીની વિગતો-સૂત્રો સાથેની પોકેટ બુક, પત્રિકાઓ, ટોપી, ઝંડા, સ્ટિકર્સ વગેરેનું વિતરણ કરવામાં આવી રહ્ય્šં છે.
ભાજપનો વિચાર તથા કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારનાં પ્રજાકીય કાર્યોની માહિતી સરળતાથી લોકો સમજી શકે એ રીતે પ્રચાર સાહિત્ય બનાવવામાં આવ્યું છે, જેમાં કેન્દ્ર-રાજ્ય સરકારની કામગીરીની વિગતો–સૂત્રો સાથેનાં પોકેટ બુક, પત્રિકાઓ, ટોપી, ઝંડા, સ્ટિકર્સ વગેરેના વિતરણ દ્વારા જન-જન સુધી ભાજપની વિચારધારા તથા કરેલાં પ્રજાલક્ષી કાર્યોની માહિતી પહોંચાડવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts