fbpx
ગુજરાત

રાજકીય પાર્ટીમા આવ-જાવ રહે, કોંગ્રેસ પાર્ટીનું ધ્યાન રાખેઃ રૂપાલા

ગુજરાતની ૮ વિધાનસભા બેઠકો માટે પેટાચુંટણી જંગ હવે અંતિમ તબક્કામા છે, ત્યારે અબડાસા વિધાનસભા બેઠકમા પ્રચાર માટે ભાજપના કેન્દ્રીય કૃષી મંત્રી પુરૂષોત્તમ રૂપાલા સભાનુ સંબોધન કરવા માટે ગયા હતા. આ સભામાં કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ જાડેજા, કેશુભાઈ પટેલ, કે. સી. પટેલ, પ્રદીપસિંહ વાઘેલા, વાસણ આહિર, વિનોદ ચાવડા, નિમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતી મહેશ્વરી, આશા પટેલ, અનિરુદ્ધ દવે વગેરે હાજર રહ્યા હતા. અબડાસાના કોઠારાની સાથે નખત્રાણામા રૂપાલાએ સભાને સંબોધન કર્યુ હતું, જેમા કોંગ્રેસના શાસન પર સવાલો સાથે ખેડુત અને નર્મદાના મુદ્દે કોંગ્રેસે હંમેશા અવરોધ ઉભા કર્યા છે.
કેન્દ્રીયમંત્રી રૂપાલા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કેન્દ્ર અને રાજયસરકારની વિવિધ યોજવા સિદ્ધિ વર્ણવી અબડાસા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રધુમન સિંહ જાડેજા વિજેતા બનાવવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અબડાસા બેઠક પર ઇતિહાસ બદલાશે, ભાજપના ઉમેદવાર વિજય થશે તેવો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસને ઇતિહાસ યાદ અપાવતા રૂપાલાએ હતુ કે, રાજકીય પાર્ટીમા આવ-જાવ ચાલુ રહે કોંગ્રેસ તેની પાર્ટીનું ધ્યાન રાખે. તો શંકરસિંહ વાધેલાએ અપક્ષનો ટેકો આપ્યો બાદ રૂપાલાએ હતુ કે શંકરસિંહ વાધેલા પાસે વિકલ્પ નથી.
રૂપાલાએ ઉમેર્યું હતું કે, ખેડૂતો માટે વડાપ્રધાને ગ્રામ પંચાયતની તિજાેરીમાં રકમ ટ્રાન્સફર કરી છે. કોંગ્રેસના શાસનમાં કેન્દ્ર સરકાર ૧ રૂપિયો મોકલે ત્યારે ગામડામાં માંડ ૧૫ પૈસા પહોંચતા હતા. પરંતુ, હવે સીધા ખેડૂતના ખાતામાં નરેન્દ્ર મોદી ટુ ખેડૂતના ખાતે રૂપિયા ટ્રાન્સફર થઈ જાય છે. એટલે પૂરેપૂરી રકમ મળી જાય છે. પહેલા નાના કામ માટે સરપંચની ચંપલ ઘસાઈ જતી. પરંતુ, હવે સાંસદ સીધા સરપંચને સામેથી મળવા જાય છે.

Follow Me:

Related Posts