fbpx
ગુજરાત

વડાપ્રધાનની ગુજરાતને દિવાળી ભેટઃ કેવડિયા પ્રવાસન સ્થળ તરીકે વિકસિત વડાપ્રધાને કેવડિયામાં જંગલ સફરી સહિત ત્રણ પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું

વડાપ્રધાન મોદીએ સૌ પ્રથમ ૧૭ એકરમાં ફેલાયેલ આરોગ્ય વનના લોકાર્પણ બાદ એક્તા મોલ, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અને જંગલ સફારીનું ઉદ્ધાટન કર્યું, ત્યાર બાદ વિવિધ પ્રકારની માહિતી પણ મેળવી
એક્તા મોલમાં દેશના જુદા-જુદા રાજ્યોમાં વખણાતી વસ્તુઓ એક જ જગ્યાએ મળી રહેશે, મોદીએ બાળકોની ન્યૂટ્રી ટ્રેનની સફર માણી
આજે વડાપ્રધાનની હાજરીમાં રાષ્ટ્રીય એક્તા દિવસ નિમિત્તે પરેડ યોજાશે ત્યાર બાદ તેઓ સી પ્લેનનું ઉદ્ધાટન કરી અમદાવાદ આવવા રવાના થશે

આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના મહેમાન બન્યા છે. ત્યારે તેઓ સૌ પ્રથમ અમદાવાદથી સીધા ગાંધીનગર જવા રવાના થયા હતા. ત્યાં તેમણે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી પરિવારને સાંત્વના પાઠવી હતી. ત્યાર બાદ તેઓ કનોડિયા બંધુઓના નિધન પર શ્રદ્ધાંજલિ અર્પી પરિવારને સાંત્વના પાઠવી હતી. વડાપ્રધાન ગાંધીનગરથી સીધા કેવડિયા જવા માટે રવાના થયા હતા. ૧૧.૪૦ વાગ્યાની આસપાસ તેઓ કેવડિયા પહોંચ્યા હતા અને ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેઓએ આરોગ્ય વન, એક્તા મોલ, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અને જંગલ સફારીનું ઉદ્ધાટન કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે રાજ્યપાલ અને મુખ્યમંત્રી ખાસ હાજર રહ્યા હતા. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અહીં અલગ-અલગ અંદાજ જાેવા મળ્યા. વડાપ્રધાને જંગલ સફારીનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓને પણ નિહાળ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા આરોગ્ય વનનું ઉદ્ધાટન કર્યું, આ દરમિયાન તેમણે સમગ્ર વનમાં ચક્કર પણ લગાવ્યું. પીએમ મોદીએ અહીં ગોલ્ફ કાર્ટમાં ઘૂમ્યા, આ દરમિયાન તેમની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા. ત્યાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્કનું ઉદ્ધાટન કર્યું.
પીએમ મોદીએ ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્કની પણ મુલાકાત લીધી હતી. અદ્યતન ટેકનોલોજીથી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થીમ બેઝ પાર્ક ૩પ હજાર ચો.મી. વિસ્તારમાં પથરાયેલો છે. જ્યાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે હેતુથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. ચિલ્ડ્રન પાર્કમાં બાળકો મીની ટ્રેન દ્વારા ૬૦૦ મીટર પ્રવાસ કરી શકશે. ઉપરાંત તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મીરર મેઈઝ, ૫-ડ્ઢ થિયેટર પણ છે. આ ટ્રેનમાં બેસીને પ્રધાનમંત્રીએ પાર્કની મુલાકાત લીધી હતી.
એક્તા મોલ
પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે તે માટે બે માળ અને ૩પ,૦૦૦ ચો.ફુટમાં પથરાયેલ વિશાળ એકતા મોલ બાંધવામાં આવેલ છે. જેમાં દેશના જુદાજુદા રાજયોમાંથી ર૦ જેટલા પરંપરાગત હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ એમ્પોરીયમ છે. એકતા મોલમાં જુદા જુદા રાજ્યોની વખણાતી ચીજવસ્તુઓ એક જ જગ્યાએથી ખરીદીનો પ્રવાસીઓ આનંદ માણે છે. જેમાં ગરવી ગુર્જરી, પુરબશ્રી, કૈરાલી, મુર્ગનૈની, પુમ્પુહર, ગંગોત્રી, કાવેરી, ખાદી ઈન્ડિયા, કાશ્મીર અને ઝ્રઝ્રૈં એમ્પોરિયમ આવેલ છે.ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક
તો અદ્યતન ટેક્નોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યિટ્રિશન પાર્ક આકર્ષણનું કેન્દ્ર છે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની વિશેષતાની વાત કરીએ તો અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થીમ બેઝ પાર્ક ૩પ૦૦૦ ચો.મી. વિસ્તારમાં પથરાયેલો છે બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે હેતુથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે આ પાર્કમાં બાળકો મીની ટ્રેન દ્વારા ૬૦૦ મીટરનો પ્રવાસ કરી શકશે જેમાં ફળ-શાક ગૃહમ, પાયોનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ, સ્વસ્થ ભારતમ્‌, ન્યુટ્રી હંટ જેવા સ્ટેશનો પણ આવે છે આ સ્થળોમાં ૪૭ ટેક્નોલોજીનો ઉપયોગ કરી બાળકોને મનોરંજન સાથે માહિતી મળે તેવો પ્રયાસ કરાયો છે તો નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મીરર મેઈઝ, ૫-ડ્ઢ થિયેટર,ભૂલ-ભુલૈયાં પણ છે.
આરોગ્ય વન
મહામારી વચ્ચે આરોગ્યનો વિષય દરેકને અસર કરે છે ત્યારે આરોગ્ય વન દ્વારા આયુર્વેદને ઓળખવાનું ઉત્તમ સ્થળ એટલે આરોગ્ય વન. આરોગ્ય વનની વિશેષતાઓ પર નજર કરીએ તો આરોગ્ય અને સુખાકારીને ધ્યાને રાખીને વૈદિક વૃક્ષો સાથેનું આરોગ્ય વન ૧૭ એકરમાં પથરાયેલું છે આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે અને ૩૮૦ પ્રજાતિના જુદા જુદા પ લાખ વૃક્ષો વાવવામાં આવેલા છે આ વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન સ્થળનો સમાવેશ થાય છે તો ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ તથા કાફેટેરિયાને પણ સમાવી લેવાયું છે. અહીંના આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના તબીબો અને નિષ્ણાત સ્ટાફની નેચર થેરાપીની પણ વ્યવસ્થા છે.
જંગલ સફારી (સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક)
વિશ્વમાં રેકર્ડ સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી ૩૭પ એકરમાં અને ૭ જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલ ‘‘સ્ટેટ ઓફ આર્ટ’’ ઝુઓલોજીકલ પાર્ક છે. જંગલ સફારીમાં પ્રવાસીઓને દેશના અને વિદેશના કુલ-૧૧૦૦ પક્ષીઓ અને ૧૦૦ પ્રજાતિઓના પ્રાણીઓ જાેવાનો આનંદ માણે છે. આ પ્રોજેકટમાં જુદા જુદા ર૯ પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા બે ‘‘જીઓડેસીક ડોમ એવીયરીઝ’’નો સમાવેશ છે. જેમાં પ્રવાસીઓ પોતાની આજુબાજુ ઉડતાં પક્ષીઓ જાેવાનો રોમાંચ માણે છે. જંગલ સફારી પ્રોજેકટમાં પ્રવાસીઓ ખાસ કરીને બાળકો પણ પક્ષીઓ અને નાના પ્રાણીઓને અડી અને રોમાંચ અનુભવી શકે તેવો ‘‘પેટીંગ ઝોન’’ નો સમાવેશ છે. પેટીંગ ઝોનમાં મકાઉ, કોકેટુ, પરીશયન બિલાડી, સસલાઓ, ગુનીયા પીગ, નાનો અશ્વ, નાના ઘેંટા અને બકરા, ટર્કી અને ગીઝનો સમાવેશ છે.
આવતીકાલે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કેવડિયામાં રાષ્ટ્રીય એક્તા પરેડ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં રાષ્ટ્રીય એકતા પરેડ યોજવામાં આવશે. જેમાં કેન્દ્રીય આર્મડ ફોર્સીસ અને સ્ટેટ આર્મડ ફોર્સીસ, બીએસએફ, સીઆરપીએફ મહિલા વોરિયર, ૈં્‌મ્ઁ, એનએસજી, અને અમદાવાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિતના અન્ય દળો ભાગ લેશે.આ એકતા પરેડમાં શિસ્ત, શૌર્ય સાથે બેન્ડના તાલ પર કદમ તાલ મિલાવતા જવાનો જાેવા મળશે.

Follow Me:

Related Posts