fbpx
ગુજરાત

મેડિકલ-ડેન્ટલ અને આયુર્વેદિક-હોમિયોપેથીમાં પ્રવેશ પ્રક્રિયા ૨જી નવેમ્બરથી થશે શરૂ

ધો.૧૨ સાયન્સ પછીના નીટ આધારીત ચાર યુજી કોર્સીસમાં પ્રવેશ માટેની પ્રક્રિયા આજે સમિતિ દ્વારા જાહેર કરવામાં આવી છે. જે મુજબ ૨જી નવેમ્બરથી પિનવિતરણ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ થશે. પ્રક્રિયા તો દિવાળી પહેલા શરૃ થઈ જશે પરંતુ પ્રવેશ ફાળવણી દિવાળી વેકેશન બાદ જ થશે. કોરોનાને પગલે આ વર્ષે નીટ ચાર મહિના મોડી લેવાતા મેડિકલ-ડેન્ટલ, આયુર્વેદિ-હોમિયોપેથીમાં પ્રવેશ પ્રક્રિયા પણ મોડી શરૃ થઈ રહી છે. જુલાઈમાં શરૃ થતી પ્રવેશ પ્રક્રિયા આ વર્ષે ચાર મહિના મોડી નવેમ્બરમાં શરૃ થનાર છે. ઉપરાંત આ વર્ષે નીટ આધારીત પાંચને બદલે ચાર કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા થનાર છે. નેચરોપેથી કે જેમા ગત વર્ષે નીટના પરિણામના આધારે પ્રવેશ ફાળવાતો હતો ત્યારે આ વર્ષે ધો.૧૨ સાયન્સના પરિણામના આધારે પ્રવેશ થનાર છે.
નેચરોપેથી બાદ થતા હવે ચાર કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા થશે અને જે માટે સરકારની અલગ પ્રવેશ સમિતિ દ્વારા આજે કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જે મુજબ ૨જી નવેમ્બરથી ઓનલાઈન પિન વિતરણ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ થશે . જે ૯મી નવેમ્બર સુધી ચાલશે. હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી અને પ્રમાણપત્રોની નકલ જમા કરવાની પ્રક્રિયા ૨જીથી શરૃ થશે અને ૧૦મી નવેમ્બર સુધી ચાલશે.કોરોનાને પગલે આ વર્ષે પિન પણ ઓનલાઈન જ વિતરણ થશે અને જેની કિંમત ૨૦૦ રૃપિયા રહેશે.ઉપરાંત પ્રવેશ સમિતિ દ્વારા રાજ્યમાં ૩૦ મેડિકલ કોલેજાેમાં કોલેજ દીઠ એક સહિત ૩૦ હેલ્પ સેન્ટરો નક્કી કરાયા છે.
જેની યાદી વેબસાઈટ પર મુકવામા આવી છે.જ્યાંથી વિદ્યાર્થીને તમામ માર્ગદર્શન પણ મળશે. ઉલ્લેખનીય છે કે પ્રવેશ સમિતિ દ્વારા આ વર્ષની પ્રવેશ પ્રક્રિયાને લઈને નિયમો પણ જાહેર કરી દેવાયા છે અને જે મુજબ મેડિકલમાં પ્રવેશ માટે ૧૦મું ગુજરાતમાં પાસ હોવા સાથે ડોમિસાઈલનો નિયમ છે. મેડિકલ, ડેન્ટલ,આયુર્વેદિક અને હોમિયોપેથીમા સરકારી તેમજ ખાનગી કોલેજાેની બેઠકો માટે કોમન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા થશે અને ખાનગી કોલેજાેમાં એનઆરઆઈ બેઠકો અને મેનેજમેન્ટ ક્વોટાનો પણ સમાવેશ થાય છે. પ્રવેશ સમિતિ દ્વારા હાલ રજિસ્ટ્રેશન પ્રક્રિયાની તારીખ જાહેર થઈ છે પરંતુ મેરિટ અને મોક રાઉન્ડ ચોઈસ ફિલિંગ તથા પ્રથમ રાઉન્ડ સહિતનો વિગતવાર કાર્યક્રમ થોડા દિવસો પછી જાહેર થશે. પ્રવેશ ફાળવણી તો દિવાળી વેકેશન બાદ જ થશે.

Follow Me:

Related Posts