fbpx
ગુજરાત

સુરતના બજારમાં ધૂમ મચાવી રહી છે ગોલ્ડ ઘારી

સુરતના એકમાત્ર મિઠાઈ વિક્રેતા દ્વારા ચંદી પડવાના પર્વ પર ખાસ પ્રકારની ગોલ્ડ ઘારી તૈયાર કરવામાં આવી છે.જે ઘારીનો ભાવ પ્રતી કિલોનો નવ હજાર જેટલો છે.જે સામાન્ય માણસને પોસાય તેમ નથી.પરંતુ સુરતનો ટેકસ્ટાઈલ્સ અને ડાયમંડ ઉદ્યોગ સહિત વિદેશોમાંથી દર વર્ષે મળતા ઓર્ડરોને લઈ આ વખતે ખાસ ઘારી બનાવવામાં આવી છે.
સુરતની ૨૪ કેરેટ મીઠાઈ વિક્રેતાએ વર્ષોથી સુરતીઓનો ભરોસો અને વિશ્વાસ કાયમ કર્યો છે.જાે કે ચંદી પડવાના પર્વને લઈ ગ્રાહકોએ અગાઉથી જ ઘારીની ખરીદી કરવાનું શરૂ કરી દીધું છે.જ્યાં સામાન્ય રીતે ૪૦૦ રૂપિયાથી લઈ ૧૦૦૦ હજાર રૂપિયા કિલો સુધીના ઘારીના ભાવ હાલ બજારમાં જાેવા મળી રહ્યા છે.જાે કે આ વચ્ચે સુરતમાં અન્ય ઘારીને ટક્કર મારે તે પ્રકારની ગોલ્ડ ઘારી બજારમાં આવી છે.જે સામાન્ય ઘારીની સરખામણીએ બિલકુલ અલગ છે.

Follow Me:

Related Posts