fbpx
ગુજરાત

૧૮.૭૫ લાખ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે પ્રતિષ્ઠાનો જંગઃ રાજ્યની આઠ વિધાનસભાની બેઠકો પર મતદાન

અબડાસા,ધારી,લિબંડી,મોરબી,ધારી,ગઢડા,ડાંગ અને કપરાડા સીટ પર મતદાન યોજાશે
ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશેઃ પુરુષ મતદારો ૯ લાખ ૬૯ હજાર ૮૩૪ અને મહિલા મતદારો ૯ લાખ ૫ હજાર ૧૭૦ છે, ૧૮૦૭ મતદાન સ્થળોમાં ૩૦૨૪ મતદાન મથકોમાં મતદાન, કોવિડના કારણે એક મતદાન મથકમાં ૧૫૦૦ની જગ્યાએ ૧ હજાર મતદારો મતદાન કરશે, કુલ ૮૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર થમી ગયો છે. આજે એટલે કે ૩ નવેમ્બરે ગુજરાતની ૮ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી થનાર છે. મંગળવારે થનાર ચૂંટણી માટે કુલ ૧૦૨ નામાંકન દાખલ થયાં હતાં, જેમાંના ૨૧ નામાંકન અંતિમ દિવસે પાછા ખેચી લેવામાં આવ્યાં. આવી રીતે ૮૧ ઉમેદવારો હવે ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત ૫૨ અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં છે.
જે આઠ વિધાનસભા સીટ પર મતદાન થવાનું છે તેમાં કચ્છની અબડાસા, સુરેન્દ્રનગરની લિંબડી, મોરબી, અમરેલીની ધારી, બોટાદની ગઢડા, ડાંગ અને વલસાડની કપરાડા સીટ છે. હજી બે સીટ દ્વારકા અને મોરવા હડફ ખાલી પડી છે પરંતુ કોર્ટમાં મામલો લંબિત પડ્યો હોય આ બે સીટ પર ચૂંટણીની ઘોષણા થઈ શકી નથી.
આ સીટો પર ૧૮ લાખ ૭૫ હજાર ૦૩૨ મતદાતા છે, જેમાં ૯,૬૯,૮૩૪ પુરુષ અને ૯,૦૫,૧૭૦ મહિલાઓ અને ૨૮ થર્ડ ઝેન્ડર સામેલ છે. ૧૮૦૭ મતદાન સ્થળો પર ૩૦૨૪ કેન્દ્ર બનાવવામાં આવ્યાં છે. ભારતીય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર પ્રત્યેક મતદાન કેન્દ્ર પર મહત્તમ ૧૫૦૦ મતદાતાઓને બદલે માત્ર ૧૦૦૦ મતદાતા સંખ્યા છે. મતદાન કેન્દ્રો પર ૪૧૯ માઈક્રો ઑબ્જર્વર છે. મતદાનના દિવસે નવ સો મતદાન કેન્દ્રોથી લાઈ વેબકાસ્ટિંગ થશે.
ખર્ચ નિરીક્ષણ માટે ૨૭ ફ્લાઈંગ સ્ક્વૉડ, ૨૭ સ્ટેટિક સર્વેલાંસ ટીમ બનાવવામાં આવી છે. સ્ટેટિક સર્વેલાંસ ઉપરાંત ૧૮ વીડિયો સર્વેલાંસ, ૮ વીડિયો વ્યુઈંગ ટીમ અને આઠ હિસાબી ટીમ અને ૮ સહાયક ખર્ચ નિરીક્ષક છે. ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ ટીમ અને આબકારી અને નસાબંધી વિભાગે એક નવેમ્બર સુધી એક કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે. જ્યારે ભરૂચમાં ૨૫ લાખ રૂપિયા જપ્ત કર્યા. જેની પોલીસ અને આવકવેરા વિભાગ તપાસ કરી રહી છે.
કોંગ્રેસ અને ભાજપ જેવા પ્રમુખ રાજનૈતિક દળોએ સામાન્ય સભાઓ અને ઘરે ઘરે જઈ મતદાતાઓને લોભાવવાની કોશિશ કરી. સાથે જ પ્રચાર માટે સોશિયલ મીડિયાનો પણ સહારો લીધો. આ વિધાનસભા પેટાચૂંટણીમાં જ્યાં કોંગ્રેસે પોતાના સ્થાનિક નેતાઓને ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા છે, ત્યાં જ ભાજપે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ઉપરાંત મંત્રિમંડળના સભ્યો અને કેટલાય કેન્દ્રીય મંત્રીઓને પ્રેચારમાં ઉતારી દીધા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યસભા ચૂંટણી પહેલાં આઠ સીટ પર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં હતાં. જેને પગલે આ પેટાચૂંટણી કરાવવી પડી રહી છે.

  • કુલ મતદારોની સંખ્યા ૧૮,૭૫,૦૩૨
  • ૧૮૦૭ મતદાન સ્થળો પર મતદાન મથકો કરાયા તૈયાર
  • હરીફ ઉમેદવારોની સંખ્યા ૮૧
  • ૪૧૯ માઈક્રો ઓબ્ઝર્વર, ૩૨૪ સેક્ટર ઓફિસર, ૮ જનરલ ઓબ્ઝર્વર, ૮ ખર્ચ ઓબ્ઝર્વર નિમાયા
  • ૯૦૦ મથકોએથી લાઈવ વેબકાસ્ટ કરાશે
  • ૩૪૦૦થી વધુ થર્મલ ગનથી મતદારોનું ચેકિંગ
  • સ્ટાફ-મતદારો માટે મોટા ફેસ શિલ્ડ, ફેસ માસ્ક, પીપીઈ કિટ્‌સની વ્યવસ્થા કરાઈ.
Follow Me:

Related Posts