fbpx
ગુજરાત

અર્નબ ગોસ્વામીની ધરપકડ પર ભડક્યા મુખ્યમંત્રીએ કહ્યું મહારાષ્ટ્ર સરકારે ઇન્દિરા ગાંધીવાળા કાળા દિવસોની યાદ અપાવીઃ રૂપાણી

રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી બુધવારે સવારે મુંબઈ પોલીસે તેમના ઘરે જઈને ધરપકડ કરી લીધી છે. તેમના પર ૨૦૧૮માં એક મા અને દીકરાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. આ મુદ્દો હાલ રાજનીતિમાં ગરમાઈ રહ્યો છે. રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીની ધરપકડ બાદ ધડાધડ કરીને એક પછી એક રાજકીય નેતાઓએ ટિ્‌વટ કરવાનું ચાલું કરી દીધું છે. અમિત શાહ, પ્રકાશ જાવડેકરે, સ્મૃતિ ઈરાની, કંગના રનૌત, દેવેન્દ્ર ફડણવીસે સહિત અનેક દિગ્ગજ નેતાઓએ ટિ્‌વટ કર્યું છે. આ સંદર્ભે હવે ગુજરાતના સીએમ વિજય રૂપાણી પણ પાછળ રહ્યા નથી. રાજ્યના સીએમ વિજય રૂપાણીએ ટિ્‌વટ કરીને જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈ પોલીસને મોકલીને બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસીને અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી છે, તે નિંદનીય છે.
મહારાષ્ટ્ર સરકારે ઇન્દિરા ગાંધીવાળા કાળા દિવસોની યાદ અપાવી છે, તાનાશાહીનું પાલન કરનાર કોંગ્રેસ તે જ છે જેમણે ૧૯૭૫માં કર્યું હતું. બીજી બાજુ, અર્નબે આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમની સાથે મારઝૂડ કરી છે. રિપબ્લિક ટીવીએ અર્નબના ઘરના લાઈવ ફૂટેજ પણ દર્શાવ્યા છે અને અર્નબ સાથે પોલીસની ઝપાઝપી પણ દેખાડવામાં આવી છે. એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે અર્નબ અને રિપબ્લિક ટીવીએ મુંબઈ પોલીસની કાર્યવાહી વિશે ઘણા સવાલ ઊભા કર્યા હતા.

Follow Me:

Related Posts