fbpx
ગુજરાત

અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં છ કર્મચારી પોઝિટિવ આવતા ફફડાટ

ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ બાદ હવે પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલયે કોરોના પહોંચ્યો છે. કોંગ્રેસ ભવનમાં ફરજ બજાવતાં છ કર્મચારીઓને કોરોના પોઝિટીવ આવતાં અન્ય સ્ટાફ, આગેવાનોમાં ફફડાટ મચ્યો છે. આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસ ભવન પર રોજ મુલાકાતીઓ આવતાં હોય છે, તેમ છતાં જિસઈન્ફેક્શન બોક્સ કાર્યરત કરાતું નથી.
હમણાં જ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખી કોંગ્રેસ ભવન ખાતે આગેવાનો-કાર્યકરોના ધાડેધાડા ઉમટી પડ્યા હતા. જેમાં કોઈ જાતનું ડિસ્ટન્સ ન જળવાતાં કોંગ્રેસ ભવનમાં ય હવે કોરોના ઘૂસ્યો હોવાનું મનાય છે.
કોંગ્રેસ ભવનમાં ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ રાજુ કુસુમગર સહિત છ કર્મી સપડાયા છે, એકાઉન્ટ વિભાગમાં ત્રણ કર્મી, સુપરિન્ટેન્ડેન્ટ ઓફિસમાં બે અને અન્ય એક કર્મી સામેલ છે. કોંગ્રેસ ભવનમાં કોરોનાના કેસો સામે આવતાં રોજ આવતાં આગેવાનો-કાર્યકરો-સ્ટાફમાં ફફડાટ છે, હજુ સુધી સ્ટાફના કોંગ્રેસ તરફથી ટેસ્ટ કરાયા નથી. ગભરાટના કારણે કેટલાક કર્મીઓ જાતે જ ટેસ્ટ કરાવી રહ્યા છે.

Follow Me:

Related Posts