fbpx
ગુજરાત

નવી એસઓપી તૈયાર કરવા સૂચના આપી દેવાઇઃ શિક્ષણમંત્રી દિવાળી બાદ પ્રથમ તબક્કામાં ધો.૯થી૧૨નું શૈક્ષણિક કાર્ય શરુ થવાની સંભાવના

દિવાળી બાદ શાળા અને કોલેજ શરૂ કરવા અંગે ગુજરાત સરકાર દ્વારા મહત્વના સમાચાર સામે આવ્યા છે. શાળા અને કોલેજ એકસાથે શરૂ કરવાની વિચારણા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ પ્રાથમિક સ્કૂલો ખોલવામાં આવશે કે નહિ તે નક્કી નથી. દિવાળીના વેકેશન બાદ પ્રથમ તબક્કામાં ધોરણ ૯ થી ૧૨ નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવી શકે છે. અંગે અધિકારીઓને એસઓપી તૈયાર કરવા માટે સૂચના આપી દેવાઈ છે. આરોગ્ય વિભાગના માર્ગદર્શન બાદ જ ર્નિણય લેવામાં આવશે.
આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કે, ગઈકાલે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટમાં ધોરણ ૯ થી ૧૨ અને કોલેજની દિવાળી બાદ શરૂ કરવા અંગે મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. શિક્ષણ વિભાગની ઉચ્ચ અધિકારીઓની મીટિંગ બોલાવી ચર્ચાવિચારણા કરી છે. એસઓપી તૈયાર કરવા માટેની સૂચના આપી છે. વાઈસ ચાન્સેલર અને બે દિવસમાં ઓનલાઇન તેઓની સાથે ચર્ચા કરવામાં આવશે. ૯ થી ૧૨ ધોરણ ઉચ્ચ અધિકારીઓ બેસીને ચર્ચા વિચારણા કરીને તૈયાર કરવામાં આવશે. મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગ સાથે બેસીને આગળનો વિચાર કરવામાં આવશે. જ્યારે શિક્ષણ કાર્યની શરૂઆત કરવી તેનો ર્નિણય ઉચ્ચ કક્ષાની મિટિંગમાં કરવામાં આવશે.
તેઓએ મહત્વની માહિતી આપતા કે, ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા લેવાનો ર્નિણય કર્યો છે. એક મહિના પહેલા તેની જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા સુધીનો પૂરતો સમય જાળવીને આ જાહેરાત કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ જાહેર કરવામાં આવશે. એક થી આઠ ધોરણનો ર્નિણય પણ ઉચ્ચકક્ષાની બેઠકમાં કરવામાં આવશે.

Follow Me:

Related Posts