fbpx
ગુજરાત

મહેશ-નરેશ કનોડિયા વિવાદઃ નીતિન પટેલ હાય-હાય સાથે કોંગ્રેસ નેતાઓનું વિરોધ પ્રદર્શન

મોરબી વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચારમાં આવેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નરેશ અને મહેશ કનોડિયા વિશે જાતિવાચક શબ્દનું ઉચ્ચારણ કર્યુ હતું. જેના વિરોધમાં આજે રાજકોટના ત્રિકોણ બાગ ખાતે શહેર કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં લોકોએ બેનરો સાથે નીતિન પટેલ હાય હાય અને જાતિવાદી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજીનામું આપો રાજીનામું આપો તેવા સુત્રોચ્ચાર કર્યા હતા. આથી પોલીસે ૧૦ જેટલા લોકોની અટકાયત કરી હતી.
શહેરના ત્રિકોણ બાગ ખાતે રાજકોટ શહેર કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના આગેવાનો તેમજ સભ્યો દ્વારા નીતિન પટેલ હાય હાય અને નાયબ મુખ્યપ્રધાન રાજીનામું આપે તેવા ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ પોસ્ટર દર્શાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ત્યારે મંજૂરી વગર યોજવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટ શહેર કોંગ્રેસના અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના આગેવાનો તેમજ ૧૦ જેટલા સભ્યોની અટકાયત કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts