fbpx
ગુજરાત

સુરત શહેર ની ગ્રીનઆર્મી તરીકે ઓળખાતી સંસ્થા દ્વારા વૃક્ષ ઉછેર ની અનોખી મુહિમ ૧૫ હજાર વડ ના વૃક્ષ રોપી વૃક્ષ ઉછેર ના વિચારો નું વાવેતર

સુરત શહેર ની ગ્રીનઆર્મી તરીકે ઓળખાતી યુવા ટિમ ની વૃક્ષ ઉછેર ની મુહિમ વૃક્ષ ની મહત્તા સાથે છોડ માં રણછોડ ના દર્શન કરાવતી મુહિમ દરેક જીવાત્મા ના કલ્યાણ ની કામના કરે છે  સુપ્રસિદ્ધ પર્યાવરણવિદ્વૃક્ષ માનવ ડૉ . રિચાર્ડ બેકરનું કહેવું છે કે ઘટાદાર વડનાં વૃક્ષોના વાયુમાં એક વિશિષ્ટ પ્રકારનીઆદ્રતા (ભીનાશ) હોય છે જેનાથી તેની આસપાસના રહેવાસીઓ સ્વસ્થ અને સક્રિય બની રહે છે .ઝાડને કાપ્યા કરવાથી રોગોના આક્રમણનો દર વધતો જાય છે શ્વાસ અને ચામડીના રોગો એનું દુષ્પરિણામ છે શરીરશાસ્ત્રીઓના મતાનુસાર ઑક્સિજન જીવનનો સ્રોત છે . વાતાવરણમાં તેની ઊણપ ફક્ત શારીરિક રુગણતા જ પેદા કરતી નથી  પરંતુ અનેક પ્રકારના માનસિક રોગોને પણ ઉત્પન્ન કરે છે સ્વચ્છ અને પુષ્કળ પ્રાણવાયુના અભાવે મસ્તિષ્ક સંસ્થાન અસંતુલિત બની જાય છે .  વૃક્ષ આપણો જીવન નો પ્રાણ છે મસ્યપુરાણમાં એક કથા આવે છે દસ કૂવાઓના નિર્માણનું પુણ્ય એક તળાવના નિર્માણ બરાબર તથા દસ તળાવોનું નિર્માણ એક સદ્ગણી પુત્રના નિર્માણ બરાબર તથા દસ સદ્ગણી પુત્રો જેટલું પુણ્ય એક વૃક્ષને ઉછેરવામાં માન્યું છે  વૃક્ષનું મહત્ત્વ દર્શાવતા વેદો ઉપનિષદો તથા આર્ષગ્રંથોમાં આ બાબતે વિસ્તૃત વિવરણ મળે છે કે મહાન ઋષિ તત્ત્વદર્શી કોઈ મહેલમાં નહિ  પરંતુ વનો અને વૃક્ષોના સંપર્કમાં રહીને સૂક્ષ્મ દૃષ્ટિવાળા બન્યા હતા અને તેમની છાયામાં સૌથી મોટું સર્જન કર્યું હતું . ભગવાન બુદ્ધને રાજમહેલોમાં નહિ પરંતુ વડના ઝાડ વૃક્ષ નીચે બુદ્ધત્વ પ્રાપ્ત થયું હતું  હાલમાં દુનિયાની પેટ્રોલિયમની જરૂરિયાત પૂરી પાડનાર આરબ રાષ્ટ્રો પ્રાચીનકાળમાં ક્યારેક ગાઢ જંગલોનો વિશાળ ભૂભાગ હતાં  કાળચક્રના પરિવર્તનની સાથોસાથ વિશાળ વનસંપત્તિ ભૂમિમાં દબાઈ ગઈ અને તેની ઉપર રણ બની ગયું તેમના દ્વારા થયેલ દુષ્કૃત્યોની જ આ પરીસ્થિતી ઓ નિર્માણ થઈ  હવે ધીરે ધીરે પર્યાવરણવિદોનું પણ ધ્યાન ગયું છે  વર્તમાન શોધોથી એ તથ્ય સ્પષ્ટ રીતે સામે આવ્યું છે કે એક વૃક્ષ પ્રાણવાયુના રૂપમાં જેટલા ઑક્સિજનનું વિસર્જન કરે છે તે લગભગ લાખ વ્યક્તિઓને માટે પર્યાપ્ત છે . દુર્ભાગ્યથી વૃક્ષ આપણો જીવનપ્રાણ છે સપાટી ઊંચી આવવાની અને જળપ્રલય થવાની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે . વિષ્ણુપુરાણમાં ઉલ્લેખ છે કે ફળફૂલ આપનાર વૃક્ષોનો જ્યાં નાશ કરવામાં આવે છે ત્યાં અનાવૃષ્ટિ , અતિવૃષ્ટિ અને દુકાળ જેવાં સંકટો ચોક્કસ આવે છે . તેમાં જ આગળ કહેવાયું છે કે જેણે ફળ અને ધનનું રક્ષણ અને વૃદ્ધિ કરવાં હોય તેમણે ફળાઉ ઝાડનું રક્ષણ અને અભિવૃદ્ધિ કરવાં જોઈએ . અગ્નિપુરાણમાં વૃક્ષોના મહિમાનો સ્પષ્ટ ઉલ્લેખ છે . તેમાં કહેવાયું છે કે વૃક્ષો જેવું ઉપકારક બીજું કશું નથી જે વણમાગ્યે કોઈપણ ભેદભાવ વિના અને બદલાની ભાવના વિના પત્ર પુષ્પળ મૂળ વલ્કલ અને કાષ્ટ તથા શીતળ છાયા આપે છે જો કારખાના ના મજૂરોની માફક થોડાક કલાક હડતાળ પાડી દે તો આખા વિશ્વનો નાશ થઈ જાય અન્ય વૃક્ષોની માફક પીપળાના વૃક્ષમાં કાર્બન ડાયોક્સાઈડ ( COO ) ના શોષણની ક્ષમતા તથા ઑક્સિજનના ઉત્સર્જનની ક્ષમતા વધુ છે આ સત્યને આપણા ઋષિ મુનિઓએ પણ સમજું હતું આ જ કારણે ભારતીય હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષને કાપવાની મનાઈ છે વૃક્ષોની કમીને કારણે જ વાતાવરણમાં પ્રદૂષણની સમસ્યા પેદા થઈ ગઈ છે . જો વૃક્ષો ઉગાડીને તેનો યોગ્ય ઉછેર નહિ કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઈડની અધિક્તાથી વાતાવરણમાં ગરમી વધશે અને ધ્રુવીય ક્ષેત્રોનો બરફ પીગળી જશે આ સૃષ્ટિ ના સમસ્ત જીવાત્મા નુ કલ્યાણ થાય તે માટે કોઈ પણ સામાજીક સેવા માટે ૨૦૧૬ સ્થપાયેલી સંસ્થા  આજ સુધીમા ૧૫ હજાર વૃક્ષની તમામ જવાબદારી લઈ ને સૌને સાથે રાખીને કામકરી રહ્યા છે  ગ્રીન આર્મી સંસ્થા ના સભ્ય નું વૃક્ષારોપણ નહિ પણ વૃક્ષ ઉછેર ની મહામુહિમ ચલાવી રોજ વહેલી સવારે શહેર માં વડ ના છોડ રોપી અનોખો વિચાર વાવી પ્રકૃતિ માટે સુંદર કાર્ય કરતી સંસ્થા ગ્રીનઆર્મી 

Follow Me:

Related Posts