fbpx
ગુજરાત

દિવાળી પહેલા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ

તહેવાર ટાણે તેલના ભાવમાં ભડકો થયો છે. સિંગતેલ, કપાસિયા, પામતેલ સહિતના તેલના ભાવમાં વધારો થયો છે. બજારમાં ઘરાકી નીકળતા ભાવમાં વધારો થયો છે. સિંગતેલના ભાવમાં રૂ.૨૦નો વધારો થયો છે. સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.૨૨૬૦થી રૂ.૨૨૮૦ થયો છે. કપાસિયા તેલમાં ડબ્બે રૂ.૧૦નો ભાવ વધારો થયો છે.. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.૧૬૦૦થી રૂ.૧૬૩૦ થયો છે. જ્યારે પામતેલ રૂ.૧૫ના વધારા સાથે રૂ.૧૫૦૦એ પહોંચ્યું છે.. તહેવાર સમયે ભાવ વધારો આમ આદમીના બજેટને ખોરવી રહ્યો છે..
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા તહેવારો સમયે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા હતા. સિંગતેલના ભાવમાં રૂપિયા ૩૦નો ઘટાડો કરવામાં આવ્યો હતો. ૧૫ કિલો ડબ્બાનો ભાવ ૨૨૦૦ રૂપિયા પહોંચ્યા હતા, ત્યારે હજુ સિંગતેલના ભાવ ઘટે તેવી ગૃહિણીઓ માંગ કરી રહી હતી. તેની વચ્ચે આજે સિંગતેલના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં તેજી આવતા હવે શું ખાવું અને શું નહીં તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
સિંગતેલના ૧૫ કિલો ડબ્બાનો ભાવ ૨૨૪૦થી ઘટીને ૨૧૮૦થી ૨૨૧૦ થયો હતો. ગૃહિણીઓનું કહેવું હતું કે, તહેવારોમાં તમામ લોકોના ઘરમાં ફરસાણ બનતું હોય છે ત્યારે સિંગતેલના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આગામી દિવસોમાં સિંગતેલના ભાવ ૧૮૦૦થી ૨૦૦૦ સુધી રહે તેવી ગૃહિણીઓ માંગ કરી રહી હતી. પરંતુ કોરોના કાળમાં તે શક્્ય દેખાઈ નથી.

Follow Me:

Related Posts