fbpx
ગુજરાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત પ્રસિધ્ધ

https://gpsc-ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર તા.૧-૧૨-૨૦૨૦ના ૧૩:૦૦ કલાક સુધીમાંઓનલાઈન ફોર્મ ભરી શકશે

ગુજરાત જાહેર સેવા આયોગ અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની સરકારી મેડીકલ
કોલેજ ખાતે વિવિધ વિષયનો સહ પ્રાધ્યાપક સામાન્ય રાજ્ય સેવા વર્ગ-૧, ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧,ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨, શિક્ષણ વિભાગનાવહીવટી નિયંત્રણ હેઠળની શિક્ષણ, વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, કાયદા, વિદ્યાશાખાની કોલેજો ખાતે વિવિધમદદનીશ પ્રાધ્યાપક વર્ગ-૨, ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિ. તેમજ ગુજરાત પાણી પુરવઠા અને ગટરવ્યવસ્થા બોર્ડ માટે તેમજ અન્ય વિવિધ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે-તે જગ્યા અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવાર https://gpsc-ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર તા.૧-૧૨-૨૦૨૦ના ૧૩:૦૦ કલાક સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ઉંમર ઓનલાઇન અરજી કરવાની છેલ્લીતારીખના રોજ ગણવાની રહેશે. ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઇન અરજી છેલ્લા સમય સુધીEDITABLE છે. તેથી ઉમેદવારોએ એક જાહેરાતમાં એક જ અરજી કરવી. ઓનલાઇન અરજીમાં માહિતીભરવામાં કોઈ ભૂલ થાય તો EDIT વિકલ્પમા જઇ વિગત સુધારી લેવી. નવી અરજી ન કરવી તેમજ વધુમાહિતી માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લેવા મદદનીશ નિયામકશ્રી (રોજગાર)ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts