fbpx
ગુજરાત

તહેવારોને ધ્યાને લઇ 108 સેવા સુસજ્જ છે

કોરોના ની વેસ્વિક મહામારી જેવી કપરી પરિસ્થિતિ વચ્ચે અને સરકારશ્રી ની નવી ગાઈડ લાઈન મુજબ નાગરિકો દિવાળી ના તહેવારોની ઉજવણી કરવા જઈ રહીંયાં છે

ત્યારે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર ના નેજા હેઠળ ચાલતી 108 ઇમરજન્સી સેવા ના  કર્મીઓ દ્વારા અમરેલી જિલ્લા ના નાગરિકોને દિવાળીની અગાઉ થી શુભકામનાઓ પાઠવવામાં આવી છે. તેની સાથો સાથ કોઈ પણ સમયે ૨૪ કલાક અને ૭ દિવસ કોઈ પણ ઇમરજન્સી ને ઝડપથી પ્રતિસાદ આપવા માટે અમરેલી 108 ઇમરજન્સી એમ્બુઅલન્સ સેવા દ્વારા સમગ્ર ટીમ સાથે તેમજ દરેક સાધન – સામગ્રી અને દવાઓ ના પૂરતા જથ્થા સાથે ઓક્સિજન ની જરૂરી તૈયારીઓ કરી લીધી છે અને ખડેપગે નાગરિકો ની સેવા માટે હાજર છે.
જે રીતે દર વર્ષે દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ આ ત્રણ મુખ્ય દિવસોમાં અકસ્માતના તેમજ અન્ય ઇમરજન્સી કેસો માં નોંધ પાત્ર વધારો થાય છે, તેને પહોંચી વળવા અમરેલી 108 ના કર્મીઓ તથા અધિકારીઓ પોતે નોકરી પર હાજર રહી અને નાગરીકો ની સેવા કરી તહેવારો ની ઉજવણી કરશે.નાગરિકોને ઇમરજન્સીમા કોઈ અસુવિધા ઉભી ના થાય તે માટે આગવી તૈયારીઓ સાથે ૧૦૮ સેવા ૨૪ કલાક ખડે પગે રહેશે.
અમરેલી જિલ્લા ના બધાજ નાગરિકો પોતાના પરિવારજનો સાથે હર્ષોલ્લાસ થી તહેવારો ની ઉજવણી કરી શકે તે માટે ૧૦૮ ના કર્મીઓ ફરજ પર હાજર રહી વિડિઓ કોલ જેવી (વર્ચુલ- ઉજવણી ) પધ્ધતિ થી પોતાના પરિવાર સાથે ઉજવણી માં સામેલ થશે, ખરેખર ૧૦૮ ના કર્મીઓ તેમજ પોલીસ તેમજ હોસ્પિટલના કર્મીઓ ને સો સો સલામ કે જેઓ આ કોરોના ની મહામારી હોય કે ગમેતેવી પરિસ્થિતિ હોય પરંતુ નાગરિકો ની સેવા માટે તેઓ તહેવારો પોતાના ઘરે થી દૂર રહી ઉજવે છે અને નાગરિકો માટે ખડે પગે રહે છે ૧૦૮ ની ટીમ દ્વારા દિવાળી ના તહેવારોમાં દરેક ઇમરજન્સી ને પહોંચી વળવા અને દરેક ઇમરજન્સી ઉપકરણો તેમજ દવાઓ ના જથ્થા સાથે ૨૪ કલાક ખડે પગે રહેવા પુરી તૈયારીઓ કરી લીધી છે,દિવાળી ના તહેવારો માં ઇમરજન્સી કેશ માં થતો વધારો જોવા માટે ની આગાહીઓ ના આંકડા ઓ નીચે મુજબ ના છે.
જેમાં છેલ્લા ચાર વર્ષ ના આંકડા તેમજ ચાલુ વર્ષે દિવાળી ના ત્રણ દિવસ માં કેટલી ઇમર્જન્સી આવી શકે તેની આગાહી ( ફોરકાસ્ટીંગ) આપવામાં આવેલ છે.

જેમાં અમરેલી જિલ્લા મા નોર્મલ દિવસો માં અંદાજીત ૭૬ જેટલા ઇમરજન્સી કેશ નોંધાય છે જ્યારે દિવાળી ના રોજ આંકડો વધી ને અંદાજીત ૯૩ જેટલા ઇમરજન્સી કેશ નોંધાય છે, તેમજ નવા વર્ષ ના દિવશે અંદાજીત ૮૪ જેટલા ઇમરજન્સી કેશ નોંધાય છે, ભાઇદુજ ના રોજ પણ ૯૩ જેટલા ઇમરજન્સી કેશ નોંધાય છે
જ્યારે સમગ્ર ગુજરાત ની વાત કરીએ તો નોર્મલ દિવસો માં અંદાજીત ૨૮૩૦ જેટલા ઇમરજન્સી કેશ નોંધાય છે જ્યારે દિવાળી મા વધી ને ૨૯૯૫ એટલે કે ૫.૮૨ ટકા જેટલો વધારો જોવા મળે છે તેમજ નવા વર્ષમાં ૩૩૫૦ એટલે કે ૧૮.૩૮ ટકા અને ભાઈદુજ ના 3556 એટલે કે ૨૫.૬૫ ટકા જેટલા ઇમરજન્સી કેશ મા વધારો નોંધાય છે.
સાથે સાથે આ દિવસો દરમિયાન અકસ્માત, બળી જવુ, શ્વાસ લેવામાં તકલીફ થવી, પડીજવું, ચક્કર આવવાં, હ્રદય રોગ, ટ્રોમા, પેટના દુખાવા, વગેરે જેવા ઇમરજન્સી કેશ મા વધારો જોવા મળે છે. આમ આવી દરેક ઇમરજન્સી અને પરિસ્થિતી ને પોહોંચી વળવા અમરેલી ૧૦૮ નાગરીકો માટે ૨૪ કલાક અને ૭ દિવસ ઉપલબ્ધ છે અને નાગરીકો ને સલાહ છે કે સોશીયલ ડિસ્ટન્સ અને માસ્ક નો ઉપયોગ કરે અને સાવચેતી રાખી ને તહેવારો ની ઉજવણી કરવી જોઈએ જે થી આપનું સ્વાસ્થ્ય જળવાઈ રહે…

*૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા લોકો ને અપીલ.*
◆તહેવારો માં એક બીજા ને ગળે મળવો નું ટાળવો જોઈએ.
◆નાના બાળકો ને ફટાકડાં ફોડવા  દેવા જોઈએ નહીં.
◆ સુતરાવ કપડાં પહેરીને ફટાકડા ફોડવા જોઈએ.
◆ માસ્ક અને સેનિટીઝર નો ઉપયોગ કરવો જોઈએ.
◆ વાસી ખાદ્ય પ્રદાન કરવા જોઈએ નહીં.
◆ નાની ઉંમર ના બાળકો ને વાહન ચલાવવા નહીં આપવા જોઈએ.
◆ રોડ પર કે રહેણાંક વિસ્તારમાં ફટાકડા ફોડવા નું ટાળવો જોઈએ.
◆ હોસ્પિટલ ની બાજુ માં ફટાકડાં ફોડવા નહીં.
◆ કોઈ પણ ઘટના માં ઇમરજન્સી સારવાર ની જરૂર પડે તો તરત ૧૦૮ માં જાણ કરવી.
◆ પર્યાવરણ, ધ્વનિ પ્રદુષણ તેમજ કોરોના સંક્રમણ ના વધે એવી તકેદારી લેવી જોઇએ.

Follow Me:

Related Posts