રમત ગમત કચેરી દ્વારા Play at Home ચિત્રસ્પર્ધાનુ આયોજન

જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધા તા.૨૩ નવેમ્બરથી તા.૧૧ ડિસેમ્બર દરમ્યાન યોજાશેરાજય કક્ષાની ચિત્રસ્પર્ધા તા.૧૯ ડિસેમ્બરના યોજાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તા.૦૧ ઓક્ટોબર-૨૦૨૦ના રોજ ગુજરાતનાં યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઈલ ટુ સ્પોર્ટસ” ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવીડ-૧૯) ની મહામારીના સયમમાં યુવા ધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ: ૨૦૨૦-૨૧ દરમિયાન ‘‘મોબાઈલ ટુ સ્પોર્ટસ” ની નવી યોજના મંજૂર કરી છે. આ યોજનાને ‘મોબાઈલ ટુ સ્પોર્ટસ’, ફેસબુક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયો ક્વિઝ, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો/વિડીયો ક્લીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.
આ હેતુને સુચારૂ રૂપે પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલીત કલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે “Play at Home ” કાર્યક્રમ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં ૮ થી ૧૩ (જન્મ તા. ૩૧/૧૨/૨૦૨૦ ને ગણવાની રહેશે) વર્ષના બાળકો ભાગ લઈ શકશે. સ્પર્ધકે A4 સાઈજના ડ્રોઈંગ પેપર પર “Play at Home” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી તા. ૧/૧૨/૨૦૨૦ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં કચેરી સમય દરમિયાન અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, બહુમાળી ભવન, બ્લોક સી, રૂમ નં ૧૧૦/૧૧૧ ખાતે જમા કરાવવાના રહેશે. રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ. ૨૫,૦૦૦/- દ્વિતીય વિજેતાને રૂ. ૧૫0૦૦ તથાતૃતીય વિજેતાને રૂ. ૧૦,૦૦૦/- એમ ત્રણ ઈનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને (પ્રત્યેકને) રૂ. ૫૦૦૦/- મુજબ આશ્વાસન ઈનામો આપવામાં આવશે. વધુ માહિતી “મોબાઈલ ટુ સ્પોર્ટસ” યોજના અંતર્ગત ફેસબુક પેજ https://www.facebook.com/mobile2sports તેમજ યુ ટયુબ ચેનલની લીંક http://www.youtube.com/channel/UCzsjROvtHpN4rKensUaz-g પરથી મળી શકશે.
Recent Comments