fbpx
ગુજરાત

કોરોના કેર વચ્ચે રૂપાણી સરકારનો મોટો નિર્ણય રાજ્યમાં ૨૩ નવેમ્બરથી શાળાઓ ‘અનલૉક’

૨૩મીથી ધો. ૯ થી ૧૨ અને કોલેજાેમાં શિક્ષણકાર્ય શરૂ થશે, ધો. ૧ થી ૮ અંગે બાદમાં ર્નિણય લેવાશે,શિક્ષણકાર્યમાં ઓડ ઈવન ફોમ્ર્યુલા લાગુ થશે, ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે, શાળા-કોલેજાેમાં હાજર રહેવુ વિદ્યાર્થી માટે ફરજીયાત નહિ, વાલીની લેખિત બાંહેધરી લેવી પડશે, વિદ્યાર્થીને ફોર્મ અપાશે
કેન્દ્ર સરકારની એસઓપીનું પાલન કરવાની જવાબદારી આચાર્યને આપવામાં આવશે, થર્મલ સ્કેનિંગ બાદ બાળકોને થશે પ્રવેશ, ફાઇનલ યરની કોલેજાે પણ ૨૩મી નવેમ્બરથી શરૂ કરાશે

શાળા શરૂ કરવા બાબતે શિક્ષણ વિભાગે મહત્ત્વનો ર્નિણય કર્યો છે. કોરોનાની મહામારી વચ્ચે દિવાળી પછી રાજ્યમાં શાળા અને કોલેજાે શરૂ કરવા માટે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને કેબિનેટ બેઠકમાં સર્વસંમતિથી શાળા-કોલેજ શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. શાળામાં કેન્દ્ર સરકારની ર્જીંઁનું પાલન કરવાની જવાબદારી આચાર્યને આપવામાં આવશે.
આ બાબતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસામાંએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યુ હતું કે, માર્ચ મહિનાથી લોકડાઉન વચ્ચે ગુજરાત પણ શાળા અને કોલેજાે બંધ છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ઓનલાઈન લર્નિંગની વ્યવસ્થા કરી હતી. આજે ઝ્રસ્ના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં શિક્ષણ કાર્ય તબક્કાવાર શરૂ થાય તેવો ર્નિણય કરવામાં આવ્યો છે.આ વિષયમાં પરિપક્વ વિચાર કરવા માટે શિક્ષણ વિભાગ, શાળા-કોલેજ અને યુનિવર્સિટી, શિક્ષણ વિદો સાથે બેઠકોનો દોર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સરકાર દ્વારા આખરી ર્નિણય કરવામાં આવ્યો છે.
સરકારે દિવાળી પછી એટલે કે, ૨૩ નવેમ્બરથી રાજ્યમાં મધ્યમમિક-ઉચ્ચ માધ્યમિક અને કોલેજાેમાં ભૌતિક રીતે શિક્ષણ કાર્ય શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ૨૩ નવેમ્બર સોમવારથી ધોરણ ૯થી ૧૨ના વર્ગ ભારત સરકારની ર્જીંઁ ગાઈડલાઈડના પાલન સાથે શરૂ કરવામાં આવશે. કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ અને પેરામેડિકલ વર્ગો શરૂ થશે. અંડર ગ્રેજ્યુએટ કક્ષાએ ફાઇનલ યરના જ ક્લાસ શરૂ કરવામાં આવશે. અને પોલિટેકનિકલ સાયન્સ કોલેજ પણ ૨૩ નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ ઉપરાત કેન્દ્ર સરકારની ર્જીંઁ અનુસાર શાળા-કોલેજમાં ઓનલાઈન એજ્યુકેશન પણ શરૂ રહેશે.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, રાજ્યમાં આવેલી તમામ બોર્ડની સરકારી, ગ્રાંન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, કસ્તૂર બા બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિભાગની શાળાઓમા પણ આ ર્જીંઁ લાગુ થશે. બાકીના વર્ગો અને ધોરણે શરૂ કરવા બાબતે તબક્કાવાર ર્નિણય કરવામાં આવશે. શાળા-કોલેજાેમાં વિદ્યાર્થીની હાજરીની ફરજિયાત ગણવામાં આવશે નહીં. આ માટે વાલીની લેખિત સંમતિ સંસ્થાઓએ મેળવવાની રહેશે. થર્મલ ગનથી શિક્ષક અને વિદ્યાર્થીની દરરોજ ચકાસણી કરવાની, સાબુ વડે હાથ ધોવાની વ્યવસ્થા, સામાજિક અંતર વાળી બેઠક વ્યવસ્થા આ બધી જવાબદારી શાળાના આચાર્યએ લેવાની રહેશે.
વાલીની સંમતિ માટે એક ફોર્મ આપવામાં આવશે અને આ ફોર્મમાં ર્જીંઁના પાલનની દરેક બાબત પણ દર્શાવવામાં આવશે. આ ર્નિણય આજે મળેલી કેબિનેટ બેઠકમાં સર્વ સંમતિથી લેવામાં આવ્યો છે. બાળકો પ્રાર્થના, મધ્યાહન ભોજન અને રિસેસના સમયમાં ભેગા ન થાય અને સબસિડી બાળકોના ખાતામાં જમા થાય તે તકેદારી અમે લઈશું. શાળા શરૂ થયા પછી અનુભવની સમિક્ષા કર્યા પછી શાળામાં ધોરણ ૧થી ૮ના ક્લાસરે શરૂ કરવા તે બાબતે ર્નિણય કરવામાં આવશે. કોઈ વિદ્યાર્થી, શિક્ષક કે, ક્લાર્ક કોરોના સંક્રમિત થશે તો તેને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવશે. શાળાના આચાર્યને ઓડઇવન પધ્ધતિથી પણ શાળા શરૂ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

બાળકો સ્કૂલે જશે તો તેમણે આ વાતોનું ધ્યાન રાખવું પડશે
૧. ફેસ માસ્ક પહેરવું પડશે.
૨. બે લોકો વચ્ચે ૬ ફૂટનું અંતર રાખવું પડશે.
૩. ગમે ત્યાં થૂકી નહીં શકે.
૪. સ્વાસ્થ્યનું જાતે ધ્યાન રાખવું પડશે.
૫. જ્યાં જરૂરી હશે ત્યાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવશે.
૬. થોડી-થોડીવાર પછી હાથ ધોવા પડશે.
૭. હાથ ગંદા ન દેખાય તોપણ એને ધોવા પડશે.
૮. ઓનલાઈન અભ્યાસની પરવાનગી ચાલુ રહેશે, એને પ્રોત્સાહન અપાશે.
૯. બાળકો પોતાની ઈચ્છાથી જ સ્કૂલે જશે, પરંતુ વાલીઓએ લેખિતમાં સહમતી આપવી પડશે.
૧૦. સ્પોટ્‌ર્સ એક્ટિવિટી અને એસેમ્બ્લી પર કડક પ્રતિબંધ રહેશે.
૧૧. એસી લાગેલું હશે તો એનું તાપમાન ૨૪થી ૩૦ વચ્ચે રહેશે.
૧૨. એસીમાં હ્ય્šમિડિટી લેવલ ૪૦થી ૭૦ ટકા રાખવું.
૧૩. કન્ટેન્મેન્ટ ઝોન બહારની સ્કૂલો જ ખોલવાની પરવાનગી અપાશે.
૧૪. સ્કૂલે જનારા વિદ્યાર્થી, શિક્ષક અને સ્ટાફે કન્ટેન્મેન્ટ ઝોનમાં જવાથી બચવું પડશે.
૧૫. જિમનો ઉપયોગ ફક્ત ગાઈડલાઈન્સના આધાર પર જ થઈ શકે છે, પણ સ્વિમિંગ પૂલ બંધ રહેશે.
૧૬. શિક્ષકો, કર્મચારીઓને ફેસ માસ્ક, હેડ સેનિટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે.
૧૭. સાફ-સફાઈ સાથે સંકળાયેલા કર્મચારીને થર્મલ ગન, ડિસ્પોઝલ પેપર ટોવેલ, સાબુ, ૧ ટકા સોડિયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશન આપવાનું રહેશે.
૧૮. પલ્સ ઓક્સિમીટરની વ્યવસ્થા ફરજિયાત રીતે હોવી જાેઈએ, જેથી એન્સિટોમેટિકના ઓક્સિજનના સ્તરની તપાસ થઈ શકે.
૧૯. ઢાંકી શકાય તેવી ડસ્ટબિન (કચરાપેટી) હોવી જાેઈએ અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જાેઈએ.
૨૦. સફાઈ કામદારોને કામ પર રાખતાં પહેલાં યોગ્ય તાલીમ આપવાની રહેશે.
૨૧. વિદ્યાર્થી પુસ્તકો, અભ્યાસ સામગ્રીની કોપી, પેન્સિલ, પેન, વોટર બોટલ (પાણીની બોટલ), જેવી સામગ્રી એકબીજાની સાથે આપ-લે કરી શકશે નહીં
૨૨. પ્રેક્ટિકલના સમયે વિદ્યાર્થી વિવિધ સેક્શનમાં જશે. વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને એકસાથે લેબોરેટરી (પ્રયોગશાળા)માં લઈ જઈ શકાશે નહીં.

શાળા માટે શું ગાઇડલાઇન્સ રહેશે

 • વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે અલગ-અલગ ટાઈમ સ્લોટની વ્યવસ્થા કરવાની રહેશે.
 • ક્લાસરૂમને બદલે બહાર ખુલ્લામાં અભ્યાસ કરી શકાય છે
 • ઓનલાઈન અને ડિસ્ટન્સ લર્નિંગની વ્યવસ્થા કરવી પડશે
 • શાળા ખોલવામાં આવેે એ અગાઉ સ્કૂલ કેમ્પસ, ક્લાસરૂમ, લેબોરેટરી, વર્ગખંડો, બાથરૂમને સેનિટાઈઝ કરવાનાં રહેશે.
 • જે શાળા ક્વોરન્ટીન સેન્ટર તરીકે ફાળવવામાં આવી હતી એને વધારે સાવચેતી અને કાળજી સાથે સેનિટાઈઝ કરવાની રહેશે.
 • ૫૦ ટકા ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફને ઓનલાઈન ટીચિંગ તથા ટેલિ કાઉન્સિંલિંગ માટે શાળા બોલાવી શકાશે.
 • વિદ્યાર્થીઓ માટે બાયોમેટ્રિક અટેન્ડેન્સને બદલે કોન્ટેક્ટલેસ અટેન્ડેન્સની વ્યવસ્થા કરવી પડશે.
 • એક લાઈનમાં જમીન પર ૬ ફૂટ અંતર પર માર્કિંગ કરવાનું રહેશે. આ વ્યવસ્થા શાળાની અંદર અને બહારની જગ્યા પર હશે.
 • ગુજરાતમાં ઓનલાઇન અભ્યાસની વ્યવસ્થા પણ ચાલુ રહેશે.
 • ગુજરાત બોર્ડની તમામા શાળા કોલેજાેને આ એસઓપી લાગુ રહેશે.
 • શાળા કોલેજ માટે ફરજીયાત હાજરી ગણાશે નહીં.
 • વાલીની પરવાનગી શાળા કોલેજાેએ લેવી પડશે. વાલી સમતી માટે એક ફોર્મ આપવામા આવશે.
 • પ્રાર્થના રીસેસમાં ભેગા ન થાય તે માટે કાળજી રાખીશું.
 • ઓડ ઈવનનો વિકલ્પ એસઓપીમાં આપ્યો છે, જે અંગે શાળાનાં આચાર્ય નક્કી કરશે.
 • બાળકનાં સ્વાસ્થ્યની ચિંતા કરીને અમે શિક્ષણ કાર્યા ફરી શરૂ કરવાનું નક્કી કર્યું છે.
 • સ્કૂલોમાં શિક્ષકે થર્મલ ગનથી વિદ્યાર્થીની તપાસ કરવી પડશે.
 • સ્કૂલના પ્રિન્સિપલે સાબૂથી હાથ ધોવાની વ્યવસ્થા, સોશિયલ ડિસ્ટન્સની વ્યવસ્થા કરવાની રહેશે.

Follow Me:

Related Posts