fbpx
ગુજરાત

ગૃહમંત્રી શાહ ભારત-પાકિસ્તાન બોર્ડેરની પણ મુલાકાત લેશે આજે અમિત શાહ કચ્છમાં સીમા સુરક્ષાદળના અધિકારીઓ સાથે સંવાદ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી કચ્છમાં આવેલી પાકિસ્તાન સાથેની બોર્ડર વિસ્તારની મુલાકાત લેશે. અમિત શાહ બે દિવસ કચ્છમાં રોકાશે. સરહદ વિસ્તારના સરપંચો સહિત બોર્ડર વિસ્તારના વિકાસ અંગે ચર્ચા કરશે. આવતી કાલે ઘોરડો ખાતે સીમા સુરક્ષાદળના અધિકારીઓ સાથે બેઠક કરશે.
અમિત શાહ કચ્છ બાદ સીધા અમદાવાદ આવશે. દિવાળીનો તહેવાર કેન્દ્રીય ગૃહમંત્રી પરિવાર સાથે ઉજવશે. ૩૦થી ૩૧ ઓક્ટોબરે પીએમ મોદી દિલ્હી પહેલા અમદાવાદ આવ્યા હતાં. જ્યાં તેઓ સ્વ. કેશુભાઇ પટેલના તથા સ્વ. કનોડિયા બંધુઓના પરિવારને મળી અને સાંત્વના પાઠવી હતી. જ્યાંથી તેઓ કેવડિયા પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે જંગલ સફારી, એકતા મોલ, એકતા નર્સરી, રિવર રાફટિંગ, બટરફ્લાઇ ગાર્ડન વિશ્વવન સહિત કુલ ૨૧ પ્રોજેક્ટમાંથી ૧૭ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.

Follow Me:

Related Posts