fbpx
ગુજરાત

કોરોના કાળમાં શાળાઓ કરી અનલોકઃ વાલીઓમાં અસંમજસતા દૂર થશે ખરી….?

સમગ્ર દેશને લગભગ અનલોક કરી દેવામાં આવ્યો છે. છતાં કોરોનાથી બચવા માટે તેના નિયમોનું પાલન કરવા ખાસ ચેતવણી આપી દેવામાં આવી છે. ભારતમાં દિલ્હી, મહારાષ્ટ્ર,આંધ્ર, કર્ણાટક જેવા રાજ્યોમાં કોરોના પુનઃ આગળ વધવા લાગ્યો છે…. તેમાં ગુજરાત પણ હવે બાકાત નથી . લગભગ ૧૦ જેટલા રાજ્યોમાં શાળાઓ ખોલવાની મંજૂરી આપી દીધી અને ગુજરાત સરકારે પણ ૨૩ મી નવેમ્બરથી શાળાઓ ખોલવાની મંજૂરી આપી દીધી છે જે મંજૂરી આકરી શરતોને આધીન આપી છે….જેમાં વિધ્યાર્થીના વાલી કે માતા- પિતાની સંમતિ જરૂરી છે, માસ્ક, ડિસ્ટન્સ,સેનેટાઝર અને હાથ ધોવા માટેની વ્યવસ્થા કરવા સહિતનું પાલન કરવાનું ફરજીયાત છે. પરંતુ મોટાભાગના વાલીઓ પોતાના સંતાનોને શાળાએ મોકલીને તેમની જિંદગી હોડમાં મૂકવા તૈયાર નથી…. લોકો આજે પણ કોરોનાથી ફફડી રહ્યા છે…. તેનું કારણ છે અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવા લાગી છે. બુધવારે એક જ દિવસમાં ૧૮૬ લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા અને કોરોનાના ૨ દર્દીના મૃત્યુ થયા છે. આંધ્રમાં શાળા ખુલ્યાના ત્રીજા દિવસે સાગમટે ૨૬૮ વિદ્યાર્થી અને ૧૭૦ જેટલા શિક્ષકો કોરોનાની ચપેટમાં આવી ગયા અને ચોથા દિવસે ૬૬૮ પર આંખ પહોંચી ગયો….જેના કારણે આમ પ્રજામાં તેમાં પણ વિદ્યાર્થીઓના વાલીઓ અને માતા-પિતામાં ડર વધી ગયો છે. બીજી તરફ દિવાળીના તહેવારના દિવસોમાં મોટાભાગે હોસ્પિટલો, દવાખાનામાં ડોક્ટરો રજા રાખતા હોય છે કે પછી આવતા જ નથી.બીજી તરફ અમદાવાદ મનપાએ કોરોના ટેસ્ટીગ માટેની છાવણીઓ ઘટાડી દીધી છે. હોસ્પિટલોમાં જગ્યા નથી…..! તો હજુ સુધી કોરોના રસીની શોધ થઈ નથી. મોટાભાગના વાલીઓ પોતાના સંતાનોને શાળાએ મોકલીને પોતાના સંતાનની જિંદગી જાેખમમાં મુકવા માંગતા નથી…… ત્યારે એટલો જ સવાલ ઉઠવા પામ્યો છે એ કેટલા વાલીઓ કે માતા-પિતા પોતાના સંતાનોને શાળામા મોકલશે…..?
દેશમાં કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમિત કેસોને કારણે કેન્દ્રના આરોગ્ય મંત્રીએ મહારાષ્ટ્ર, ગોવા, મણિપુર, મિઝોરમ,ઉતરાખંડ, મેઘાલય, ત્રિપુરા વગેરે રાજ્યોને કોરોના દર્દીઓના મૃત્યુનુ પ્રમાણ ઘટાડવા માટે અસરકારક પગલાં લેવા જણાવી દીધું, અને આવા સમયમાં દેશભરમાં નવા ૪૪,૯૫૫ જેટલા કેસો નોંધાયા છે અને નવા ૫૨૦ દર્દીના મોત થયા છે. જાે કે દેશભરમાં કુલ ૮૬,૭૦,૬૧૦ કોરોના સંક્રમિતોના કેસો નોંધાયા તેમાં સાજા થનારની સંખ્યા ૮૦,૫૩,૦૧૭ પર પહોંચી ગઇ છે. જાેકે કુલ મૃતાક ૧,૨૭,૯૭૩ નોંધાયો છે તો દિલ્હીમા કોરોનાએ પુનઃ ત્રાટકવાનું શરૂ કર્યું છે. બુધવારે ૮,૫૯૩ લોકોને પોતાની ચપેટમાં લઈ લીધા છે, તે સાથે કોરોના સંક્રમિતોનો આંક ૪,૫૯,૯૭૫ થી આગળ જવા લાગ્યો છે. જાેકે બુધવારે એક જ દિવસમાં કોરોનાએ ૮૫ દર્દીઓને મોતના મુખમાં હોમી દીધા છે, તો અહી દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા ૪૦૧૬ પર પહોંચી ગઈ છે. અને તેમાં દિનપ્રતિદિન વધારો થતો જઈ રહ્યો છે. દેશમાં આવી ઘટમાળ વચ્ચે ચિંતાની બાબત એ છે કે હજુ સુધી કોરોના મારક રસી શોધાઈ નથી.જાે કે રશિયાએ કોરોના વેક્સિન શોધી કાઢી અને તેનો અમલ રશિયામાં જ શરૂ કરી દીધો છે….. પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થા તેનો દાવો સ્વીકારતું નથી. બીજી તરફ અમેરિકાની ફાઈઝર અને જર્મનની બાયોએનટેકની વેક્સિન કોરોના રોકવામાં ૯૦ ટકાથી વધુ સફળ થઇ હોવાનો દાવો થયો છે. જેથી વિશ્વમાં વેક્સિન માટે આશા જન્મી છે. તેમજ વિશ્વના અન્ય દેશો રસી શોધવામા મશગુલ છે. ત્યારે કોરોના રસી માટેની જે ટ્રાયલ અને મંજૂરીની પ્રક્રિયા છે તેમાં લાંબો સમય જાય છે એટલે કોરોના વેક્સિન ૨૦૨૧ માં આવી શકે……! ત્યારે લોકોએ સ્વયં રસી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોરોનાથી બચવા માટેના નિયમોનુ પાલન કરવું અતિ આવશ્યક છે……!

Follow Me:

Related Posts