fbpx
ગુજરાત

સુરત ભાજપના સાંસદ દર્શના જરદોશ થયા કોરોના સંક્રમિત

તહેવારો ટાણે કોરોના વાયરસના રાફડો ફાટવો સ્વાભાવિક છે, કારણ કે જે રીતે લોકો દિવાળીના તહેવારોની ઉજવણી અને ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. તે જાેતા કેસ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપ સુરતના સાંસદ દર્શના જરદોશનો કોરોના પોઝિટિવ આવ્યો છે. સાંસદ દર્શના જરદોશ હાલ હોમ આઈસોલેશન થયા છે. આ વિશે સાંસદ દર્શના જરદોશે ટ્‌વીટ કરીને માહિતી આપી છે.
સુરતમાં ભાજપના સાંસદ દર્શના જરદોશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે આ અંગે ટિ્‌વટ કરીને માહિતી આપી છે.તેણીએ ટવીટ કરીને કે તે સેલ્ફ આઇસોલેશનમાં છે અને તેણીના સંપર્કમાં આવેલ તમામ લોકો કોરોના ટેસ્ટ કરાવી લેજાે.
નોંધનીય છે કે, ગુરુવારે સુરત શહેરમાં ૧૪૧ તો જિલ્લામાં૪૨ કેસ સાથે કુલ ૧૮૩ નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ સુરત જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૯૮૨૬ થઈ ગઈ છે. ગુરુવારે શહેર જિલ્લામાં વધુ ૨ કોરોના પોઝિટિવ દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે.

Follow Me:

Related Posts