fbpx
ગુજરાત

સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં તહેવારોમાં ભવ્ય દીપમાળા

ભારતના બાર જ્યોતિર્લિંગ પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર દિવાળીના દિવ્ય તહેવારોને અનુલક્ષી તડામાર તૈયારીઓ પૂર્ણ કરી છે.સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી-સચિવ પ્રવિણભાઇ લહેરી વતી વિગત આપતા ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોમાં સમગ્ર સોમનાથ મંદિરમાં વિશાળ આકર્ષક રંગોળી દોરી તેની આસપાસ દિવડાઓ અને નૃત્ય મંડપના સ્થંભો પાસે અને દિગ્વીજય દ્વારથી મંદિર સુધીના દર્શન પથ ઉપર તેલ યુકત પ્રાચીન પરંપરાઓના ઝળહળતા દિવડાઓ સંધ્યા સમયે પ્રગટાવવામાં આવશે.

પવિત્ર શ્રાવણ માસથી સોમનાથ મંદિર દર્શન-પ્રવેશ માટેના ઓનલાઇન ઓફ લાઇન પાસ પ્રથા ચાલુ જ રહેશે અને દિવાળી પર્વોમાં ભાવીકોની ભીડ વધવાની સંભાવના હોય દર્શન એન્ટ્રી પાસ ઇસ્યુ કરવાની પાસબારી જૂના પથિકાશ્રમના વિશાળ મેદાનમાં ઉભી કરવામાં આવી છે.

જેમાં વધુ વિન્ડો ઉપરાંત બેરીકેટ અને પાસ મેળવતી વખતે કોરોના તકેદારી ભાગ‚પે સોશયલ ડિસ્ટન્સના રાઉન્ડ વર્તુળો પણ અંકિત કરાયા છે જે વિન્ડો પાસબારીથી છેક મંદિર સુધી ભાવિકો દર્શન કરે છે ત્યાં સુધી દોરોયા છે. આવી જ રીતે ટ્રસ્ટ હસ્તકના મહેશ્ર્વરી, લીલાવંતી અને સાગર દર્શન અતિથીગ્રુહો પણ ચાલુ કરી જ દેવાયા છે અને તેમાં પણ નિયમિત સેનેટાઇઝેશન થતું જ રહે છે. ટ્રસ્ટના ગેસ્ટ હાઉસનું ઓનલાઇન બુકિંગ હોય જેથી ૭૦ ટકા ઉપરાંત બુકિંગ દિવાળી તહેવારોમાં થઇ ચુકયું છે.

Follow Me:

Related Posts