fbpx
ગુજરાત

શિયાળાની એન્ટ્રી : એકાએક ઠંડી વધી : નલીયા – ૯ ડિગ્રી

તા. ૧૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર – કચ્છમાં સર્વત્ર ઠંડકની અસર બરકરાર છે અને લઘુત્તમ તાપમાનનો પારો સતત નીચે ઉતરતા ઠંડીની અસર વધવા લાગી છે. આજે રાજ્યમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલીયામાં ૯ ડિગ્રી રહી હતી અને રાજકોટમાં ૧૩.૬ ડિગ્રી, અમરેલીમાં ૧૪.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું. મોડી રાત્રીથી વહેલી સવાર સુધી વધુ ઠંડકની અસર રહેતા લોકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડે છે. દિવાળી બાદ ઠંડીની અસર વધુ અનુભવાઇ રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડકની વધુ અસર થઇ રહી છે.

Follow Me:

Related Posts