fbpx
ગુજરાત

કોરોના કેસ વધતા અમદાવાદમાં આજથી રાત્રે ૯થી સવારે ૬ વાગ્યા સુધી કફ્ર્યૂ જાહેર

દિવાળી પર લોકો બજારમાં ખરીદી માટે ઉમટતા જાેઈને એએમસી તંત્રને અગાઉથી કોરોનાની બીજી લહેરનો અંદાજ હતો

અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના દર્દીઓ એકદમ વધી રહ્યાં છે. ડો. રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના વધુ ન ફેલાય એ માટે આગમચેતી પગલા લેવાની જરૂર છે. તેથી આવતીકાલ એટલે કે ૨૦ નવેમ્બરથી રાત્રે ૯ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી નવી સૂચના ન આવે ત્યાં સુધી કફ્ર્યૂ જાહેર કરવામાં આવે છે. નોંધનીય છેકે ૧લી ઓગસ્ટે અમદાવાદમાંથી કફ્ર્યૂ હટાવવામાં આવ્યો હતો.
અસારવા સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલ અને કિડની હોસ્પિટલમાં કુલ મળીને ૪૦૦થી વધુ પથારી ઉપલબ્ધ કરાવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ ૪૦૦થી વધુ પથારી ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ શહેરમાં ગાંધીનગર નજીક આવેલા વિસ્તારો સાબરમતી, ચાંદખેડા, મોટેરા માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ૧૦૦થી વધુ પથારીની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન કરાયું છે. જ્યારે અમદાવાદ શહેરમાં સરકારી હોસ્પિટલોમાં કુલ ૯૦૦થી વધુ પથારીઓ આજે જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Follow Me:

Related Posts