fbpx
ગુજરાત

દિવાળીના તહેવારો પૂરા થતાની સાથે જ ફૂલગુલાબી ઠંડીનો થયો પ્રારંભ

૨૨ ડિસેમ્બર સુધી હાડ થીજવતી ઠંડી પડવાની હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે ઠંડીનો ચમકારો લોકો પર રીતસરનો દેખાઈ રહ્યો છે. વહેલી સવારે અને સાંજના સમયે હવે લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે ૨૨ ડિસેમ્બર સુધી હાડ થીજવતી ઠંડી પડશે. ૪ ડિસેમ્બર સુધી ૧૨ ડિગ્રી સુધી પારો ગગડી શકે છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતાં ઠંડીનો પારો ગગડ્યો છે અને તેની સીધી અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે.
જેના કારણે હવામાને આગાહી કરી છે કે રાજ્યમાં આગામી ૩ દિવસ બાદ ઠંડીનું હજુ પણ પ્રમાણ વધશે. કચ્છના નલિય, કંડલામાં કોલ્ડવેવની આગાહી કરી છે. અમદાવાદમાં ઠંડી વધવાની સાથે અમદાવાદના રિવરફ્રંટ પર મોર્નિંગ વોક, જાેગીંગ અને સાયકલિંગ કરવા માટે લોકો લઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં ૧૭ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયુ છે. આગામી બે દિવસમાં લઘુતમ તાપમાન ૨થી ૩ ડીગ્રી ઘટશે.
લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રીએ પહોંચ્યું છે અને હવે તાપમાનમાં ઘટાડો નોંધાશે. ૧૫ નવેમ્બરથી શિયાળાની ઋતુની શરૂઆત થાય છે અને ત્યાર બાદ ધીમે ધીમે તાપમાન ઘટે છે. ઉત્તર ભારતથી આવતા ઠંડા પવનને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં હાઠ થિજાવતી ઠંડી પડશે. શિયાળાની પહેલી બરફવર્ષાના પગલે ગુલમર્ગ, કુલ્લુ, મનાલી, સિમલા, કેદારનાથ, બદ્રીનાથ વગેરે સ્થળોએ બરફની જાણે વિશાળકાય ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જાેવા મળી રહ્યા હતા.

Follow Me:

Related Posts