fbpx
ગુજરાત

પોલીસથી બેખૌફ બનતા લોકોઃ અમદાવાદમાં હવામાં ફાયરિંગનો વધુ એક વીડિયો વાયરલ

અમદાવાદ શહેરમાં હવામાં ફાયરિંગનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવક પિસ્તોલ જેવા હથિયારથી હવામાં ફાયરિંગ કરે છે. વાયરલ વીડિયોમાં દેખાતો શખ્સ વટવા વિસ્તારનો ભાજપનો કાર્યકર ગોપાલ મહેરિયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે જાે કે આ બાબતે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ વીડિયોની પુષ્ટી સંદેશ ન્યૂઝ કરતું નથી. ઉલ્લેખનીય છે કે ગોપાલ મહેરિયા નામનો શખ્શ ભાજપનો કાર્યકર હોવાની ચર્ચા છે. અત્યાર સુધી ફાયરિંગની એક પછી એક ૩ ઘટનાઓ સામે આવતા કાયદો વ્યવસ્થાને લઇને સવાલ ઉઠ્યા છે.
ઉલ્લેખનીય છે કે દાણીલીમડા વિસ્તાર સિવાય બાપુનગરમાં જાહેરમાં તલવાર વડે કેક કાપતો અને ફાયરિંગ અંગેનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં દેવ બાદશાહ નામનો યુવક જાહેરમાં તલવારથી કેક કાપી અને ઉજવણી કરતો હતો. આ ઉપરાંત ફાયરિંગ કર્યું હતું. જે મામલે વીડિયો બહાર આવતાં બાપુનગર પોલીસ દોડતી થઈ હતી અને વીડિયોના આધારે ૧૦ આરોપીઓની અટકાયત કરી તલવાર તેમજ ગેરકાયદેસર બંદૂક કબ્જે કરી હતી.
બાપુનગર વિસ્તારમાં આ રીતે જાહેરમાં તલવાર વડે કેક કાપવાનો કિસ્સો પહેલી વાર નથી. અનેક લોકો અમે ગુનેગારો જાહેરમાં આ રીતે તલવારો વડે કેક કાપતા ઉજવણી તેમજ ધમકી આપતા હોય છે ત્યારે બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઇથી ઁજીૈંનો ડર ગુનેગારોમાં રહ્યો નથી.

Follow Me:

Related Posts