fbpx
ગુજરાત

કોરોના કેસો વધતા ગાંધીનગર અક્ષરધામ મંદિર ત્રણ દિવસ રહેશે બંધ


અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર જાેવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધતા ૫૭ કલાકનો કરફ્યૂ લાદવામાં આવ્યો છે. બીજી તરફ ધાર્મિક સ્થળોમાં ભક્તોની ભીડ ભેગી ના થાય તે માટે સાવચેતાની ભાગ રૂપે તેને બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર અક્ષરધામ મંદિર પણ ૨૦ નવેમ્બર રાત્રિથી ૨૩ નવેમ્બર સુધી બંધ રહેશે. શનિવાર અને રવિવારે રજાના દિવસ હોવાથી ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે આવતી હોય છે. સાવચેતીના ભાગરૂપે ગાંધીનગર અક્ષરધામ મંદિર સહિતના ધાર્મિક સ્થળોને ૨૦ નવેમ્બર રાત્રે ૯ વાગ્યાથી સોમવાર સવારે ૬ વાગ્યા સુધી બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. રાજકોટ કાલાવાડ રોડ પર આવેલા મંદિરને પણ બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts