fbpx
ગુજરાત

પ્રદેશ ચિંતન બેઠક કોરોનાની પરિસ્થિતિને કારણે હાલ પૂરતું મોકૂફ

ભાજપ પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડયાએ મીડિયાને માહીતિ આપતાં જણાવ્યું હતું કે, ભાજપમાં સમય સમય પર ચિંતનબેઠક કરવાની
પરંપરા રહી છે. આ ચિંતન બેઠકમાં પ્રજાલક્ષી, સંગઠનલક્ષી, ચૂંટણીલક્ષી મુદ્દાઓની ચર્ચા -વિચારણા કરવામાં આવતી હોય છે.
તા. ૨૧-૨૨ નવેમ્બરનાં રોજ ભાજપની પ્રદેશની ચિંતન બેઠક પ્રમુખશ્રી સી. આર. પાટીલની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ
રુપાણી અને રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી વી. સતીષજીની વિશેષ ઉપસ્થિતિમાં થનાર હતી જેમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ
સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા, અને પ્રદેશ મહામઁત્રીશ્રીઓ અને મુખ્ય પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહેવાનાં હતાં.
આ પ્રદેશ ચિંતન બેઠક કોરોનાની પરિસ્થિતિને કારણે હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવી છે. તા. ૨૧-૨૨ નવેમ્બરનાં રોજ યોજાનાર
ભાજપ ચિંતન બેઠક મુલત્વી રાખેલ છે.

Follow Me:

Related Posts