fbpx
ગુજરાત

કેવડિયા નેશનલ પ્રિસાઇડીંગ કોન્ફરન્સ માટે રાષ્ટ્રપતિ ગુજરાત આવશે


વડાપ્રધાન મોદીના ડ્રિમ પ્રોજેકટ કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસન સ્થળને વધુને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષના ડિસેમ્બર માસના અંત સુધીમાં ટ્રેન સેવા પણ શરૂ કરાશે. ૬૯૧ કરોડના ખર્ચ ૮૦ કિલોમીટરની રેલવે લાઈન અને રેલવે સ્ટેશન તૈયાર થશે. સત્તાવાર મળતી માહિતી મુજબ, ડભોઈથી ચાંદોદ ૧૮ કિલોમીટરનો ટ્રેક તૈયાર થઈ ગયો છે. ચાંદોદથી કેવડિયા ૩૨ કિલો મીટરની રેલવે ટ્રેકનું કામ ચાલી રહ્યું છે.
ડભોઈ અને કેવડિયા ખાતે રેલવે સ્ટેશનની બિલ્ડીંગનું કામ પણ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ ભવનનું ખાતમુહૂર્ત ૬ જૂન ૧૯ ના રોજ કરવામાં આવ્યું હતું. જેને ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ પહેલાં પૂર્ણ કરવા તંત્ર દ્વારા કવાયત ચાલી રહી છે. ૨૦ કરોડના ખર્ચે ભારતનું એકદમ આધુનિક અને ઈકો ફ્રેન્ડલી રેલવે ભવન બનાવવામાં આવશે. સ્ટેશનની છત પરથી ૨૦૦ કિલોવોટ સુધી વીજ ઉત્પાદન થવાની સંભાવના છે. તેના માટે સોલાર પેનલો ગોઠવવામાં આવશે.

Follow Me:

Related Posts