fbpx
ગુજરાત

અમદાવાદમાં કરફ્યૂ ખુલતા જ શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

એક તરફ કોરોનાના કારણે લોકો પરેશાન છે ત્યારે હવે ૫૭ કલાકના કરફ્યૂ ખુલ્યા બાદ અમદાવાદ ફરીથી ધબકતુ થયું છે. તો હવે આજ સવારથી લોકો તેમના રોજિંદા જીવનમાં પાછા ફર્યા છે. વહેલી સવારથી રસ્તા પર લોકોની ભીડ જાેવા મળી રહી છે. ત્યારે અમદાવાદ ખાતે આવેલા જમાલપુર શાક માર્કેટમાં પણ લોકો શાકભાજીની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. આ વચ્ચે લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતા જાેવા મળી રહ્યા હતા. જ્યારે કરફ્યૂ પૂરો થતા માર્કેટ ખુલતા જ શાકના ભાવમાં પણ વધારો થયો છે. શહેરમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.
કોરોનાના કારણે ઘણા લોકો બેકાર બની ગયા છે. મોઘવારી દિવસેને દિવસે વધી રહી છે. જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોચ્યાં છે. શાકભાજીમાં થયેલા વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે.

Follow Me:

Related Posts