fbpx
ગુજરાત

જમાલપુર શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડ્યાંઅમદાવાદમાં દિવસે કફ્ર્યૂ હટતાં જ લોકો બેપારવાહઃ જમાલપુર શાકમાર્કેટમાં ટોળે-ટોળા ઉમટ્યા

રાજ્ય સરકાર દ્વારા કોરોના પર કાબુ મેળવવા માટે અમદાવાદ શહેરમાં રાત્રિ કફ્ર્યું સહિત શનિવાર અને રવિવારના રોજ કફ્ર્યુ જાહેર કરવામાં આવ્યો હતો. જાે કે સોમવારે આજે વહેલી સવારે કફ્ર્યુ ખુલતાની સાથે ફરી લોકોની ભીડ જાેવા મળી છે. શહેરના જમાલપુરની શાકમાર્કેટમાં લોકોની ભીડ જાેવા મળી. જેમાં લોકો માસ્ક વગર ફરી રહ્યા હોવાનું જાેવા મળ્યું છે.
અમદાવાદ શહેરમાં ૫૭ કલાકના કફ્ર્યૂ પૂર્ણ થયા બાદ ફરી અમદાવાદના રસ્તા ઉપર લોકોની ભીડ જાેવા મળી રહી છે. અમદાવાદનું જમાલપુર શાકમાર્કેટ લોકોને ભીડથી છલકાઈ રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો શાકભાજીની ખરીદી અને વેચાણ કરવાની આવી રહ્યા છે.
જાે કે માર્કેટમાં મોટાભાગના ખરીદી કરવા આવનાર ગ્રાહક અને વેપારીઓના ચહેરા ઉપર માસ્ક જાેવા મળી નથી મળી રહ્યું. લોકો દંડથી બચવા માટે માત્ર પહેરવા ખાતર માસ્ક પહેરતા હોય તેમ નાકના નીચેના ભાગમાં માસ્ક રાખે છે. હજુ લોકોમાં જાગૃતતા જાેવા મળી રહી નથી.
બીજી તરફ માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થતો જાેવા મળી રહ્યો છે. જાે આવી જ પરિસ્થિતિ રહી અને લોકોમાં જાગૃતતા નહિ આવે તો શહેરમાં વધતા જતા કોરોનાના કેસ પર કાબુ મેળવવો મુશ્કેલ બની જશે હવે લોકોમાં સ્વયં જાગૃતિની જરૂર છે.

Follow Me:

Related Posts