fbpx
ગુજરાત

બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયે મુખ્યપ્રધાન રૂપાણી સાથે મુલાકાત કરી

બોલીવુડ ફિલ્મ કલાકાર વિવેક ઓબેરોય ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. ત્યારે ફિલ્મ સ્ટાર વિવેક ઓબેરોયે શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક કરી હતી અને ટેકનિકલ શિક્ષણ અને સ્ટાર્ટ અપ મુદ્દે ચર્ચા પણ કરી હતી.
બોલીવુડના જાણીતા કલાકાર વિવેક ઓબેરોય આજે ગાંધીનગર આવી પહોંચ્યા હતા. ત્યારે તેમણે સીએમ રૂપાણી અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સ્ટાર્ટ-અપ ક્ષેત્રમાં રસ ધરાવે છે. તેમણે ગુજરાતમાં દિવ્યાંગો માટે સ્ટાર્ટ-અપ, ટોય ઇન્ડસ્ટ્રીમાં રોકાણ અને ગ્રામીણ ક્ષેત્રમાં ડિજિટલ માધ્યમથી ત્નઈઈ,ના કોચિંગ શરૂ કરવા અંગે રસ દાખવ્યો હતો.

Follow Me:

Related Posts