fbpx
ગુજરાત

ગુજરાતમાં સૌથી વધુ રિકવરી રેટમાં વલસાડ ટોપ પર અને અમદાવાદ ૨૪મા નંબર

ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અત્યારસુધીમાં નોંધાયેલા ગુજરાતના ૧,૯૮,૮૯૯ કેસમાંથી ૯૧.૧૪ એટલે કે ૧૮૧૨૮૭ દર્દી રિકવર થઈ ગયા છે. ગુજરાતમાં સૌથી વધુ રિકવરી રેટ વલસાડ જિલ્લાનો ૯૮.૧૯ ટકા છે, જ્યારે બીજા નંબરે નવસારી જિલ્લાનો ૯૮.૧૬ ટકા રિકવરી રેટ છે, જ્યારે ડાંગ જિલ્લામાં રિકવરી રેટ ૯૬.૭૪ ટકા સાથે ચોથા નંબરે છે. દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લા રિકવરી રેટમાં ટોપ ૫મા છે, જ્યારે સુરત ૧૧મા અને અમદાવાદ ૨૪મા સ્થાને છે. ગુજરાતના જિલ્લાઓમાં કોરોનાથી સૌથી વધુ રિકવરી રેટ વલસાડ ૯૮.૧૯ ટકા સાથે ટોચના સ્થાને છે.
વલસાડમાં ૧૨૭૩ કેસની સામે ૧૨૫૦ દર્દી સાજા થયા છે. સૌથી વધુ રિકવરી રેટમાં નવસારી ૯૮.૧૬ ટકા સાથે બીજા, ભાવનગર ૯૬.૭૮ ટકા સાથે સાથે ત્રીજા સ્થાને છે. સૌથી વધુ રિકવરી રેટ ધરાવતા ગુજરાતના આ જિલ્લાઓમાંથી ડાંગ ૯૬.૭૪ ટકા સાથે ચોથા, સુરત ૯૪.૨૩ ટકા સાથે ૧૧મા, રાજકોટ ૯૦.૨૧ ટકા સાથે ૨૧મા, અમદાવાદ ૮૮.૮૩ ટકા સાથે ૨૪મા, ગાંધીનગર ૮૮.૬૭ ટકા સાથે ૨૫મા સ્થાને છે. જ્યારે વડોદરા ૮૮.૫૧ ટકા સાથે ૨૬મા સ્થાને છે. અમરેલી અને પાટણ ૮૩.૯૨ ટકા સાથે કોરોનાથી સૌથી ઓછો રિકવરી રેટ ધરાવે છે.
ગુજરાતમાં સૌથી વધુ રિકવરી રેટ ધરાવતા જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સારો રિકવરી રેટ છે, જેમાં પહેલા નંબરે વલસાડ જિલ્લાનો ૯૮.૧૯ ટકા છે, જ્યારે બીજા નંબરે નવસારી જિલ્લાનો ૯૮.૧૬ ટકા રિકવરી રેટ છે. ડાંગ જિલ્લામાં રિકવરી રેટ ૯૬.૭૪ ટકા સાથે ચોથા નંબરે છે. તાપી જિલ્લો ૯૫.૬૩ ટકા રિકવરી રેટ સાથે ૮મા નંબરે છે. જ્યારે એકમાત્ર સુરત જિલ્લો ૯૪.૨૩ ટકા સાથે ૧૧મા નંબરે છે.

Follow Me:

Related Posts