fbpx
ગુજરાત

સરકાર કોરોનાના આંકડામાં ગોલમાલ કરી રહી છેઃ હાર્દિક પટેલ

ગુજરાતમાં ઘાતક કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે સવાલ ઉઠાવ્યા છે. તેમણે ટિ્‌વટ કરીને જણાવ્યુ હતુ કે, એક મહિના પહેલા જે કેસ આવતા હતા તે કેસ આજે આવી રહ્યા છે. તો અચાનક કફ્ર્યૂની જરૂર કેમ પડી. સરકાર કોરોનાના આંકડામાં ગોલમાલ કરી રહી છે. સરકાર કોરોના જેવી મહામારીમાં પણ લાપરવાહી રાખી રહી છે.
ગુજરાત સરકારે કોરોના મહામારી સામે લડવા અને તૈયારી માટે સર્વપક્ષીય બેઠક બોલાવી જાેઈએ. તમામ ધારાસભ્યો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સંયુક્ત બેઠકમાં ગુજરાતને કોરોનાથી મુક્ત કરવા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવી જાેઈએ. સામાન્ય માણસ મરી રહ્યો છે અને ગુજરાત સરકાર મૌન બેઠી છે.

Follow Me:

Related Posts