fbpx
ગુજરાત

ગુજરાતના ખેડૂત પુત્રની બાસ્કેટ બોલની નેશનલ ટીમમાં થઈ પસંદગી

ગુજરાતની બાસ્કેટ બોલ ટીમના ખેલાડી સહજ પટેલની નેશનલ ટીમમાં પસંદગી થઇ છે અને હવે તે ૨૦૨૧માં બહેરીન ખાતે યોજાનાર એશિયા કપ ક્વોલિફાયર ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમમાંથી રમશે. ૨૪ વર્ષનો સહજ રાજેશભાઇ પટેલ મૂળ વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા ગામનો રહેવાસી છે. સહજના પિતા ખેડૂત છે. સહજ અભ્યાસ માટે સોખડાથી આણંદ ગયો અને ત્યાંથી તેની બાસ્કેટબોલની સફર શરૃ થઇ.
સહજ કહે છે કે મારી ઊંચાઇ ૬ ફૂટ ૧૦ ઇંચ હોવાથી મિત્રોએ મને બાસ્કેટબોલ સ્પોર્ટમાં જવાની સલાહ આપી અને મારી પસંદગી આણંદની ટીમમાં થઇ. ગુજરાત ટીમ વતી મે બેંગ્લોર ખાતે ઓઇ ઇન્ડિયા યુનિર્વિસિટી બાસ્કેટબોલ કપમાં ભાગ લીધો
ત્યાર બાદ હુ વડોદરા આવી ગયો અને વડોદરાની ટીમમાંથી પણ રમ્યો અને પછી ગુજરાતની ટીમમાં પસંદગી થઇ. ગુજરાત ટીમ વતી મે બેંગ્લોર ખાતે ઓઇ ઇન્ડિયા યુનિર્વિસિટી બાસ્કેટબોલ કપમાં ભાગ લીધો હતો અને મારૃ પરફોર્મન્સ જાેઇને નેશનલ ટીમમાં મારી પસંદગી કરવામાં આવી છે.

Follow Me:

Related Posts