fbpx
ગુજરાત

કોરોનાને લઈને ગૃહ મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા, 31 ડિસેમ્બર સુધી નિયમો રહેશે લાગુ

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં રોજ કોરોનાના 7 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. તહેવારો દરમિયાન બજારોમાં જોવા મળેલી ભીડએ પણ કોરોના ફેલાવવાનું એક મુખ્ય કારણ હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રાલયે બુધવારે કોરોનાને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. ગૃહ મંત્રાલયે ચેકીંગ, નિયંત્રણ અને સાવધાની માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારની આ માર્ગદર્શિકા 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. ગૃહ મંત્રાલયે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના વાયરસની રોકથામ માટે કડક પગલા લેવા, ભીડને કાબૂમાં રાખવા ફરજિયાત પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. આ સાથે જ કંટેનમેંટ ઝોનમાં ડિસેમ્બર માસ દરમિયાન કડકાઈ રહેશે.કંટેનમેંટ ઝોનમાં જાહેર કરેલા નિયમનું પાલન યોગ્ય રીતે થાય તેની જવાબદારી જિલ્લા વહિવટી તંત્ર, પોલીસ અને નગરપાલિકાના અધિકારીઓની રહેશે. આ સિવાય કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કર્યા વિના કોઈપણ રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશ લોકડાઉન જાહેર કરી શકશે નહીં. તે વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં માત્ર જરૂરી વસ્તુ ગતિવિધિઓને છૂટ આપવામાં આવી છે. સિનેમા હોલ હજુ પણ 50 ટકા દર્શકોની સાથે જ ચાલશે. સ્વિમિંગ પૂલનો ઉપયોગ માત્ર સ્પોર્ટસ ટ્રેનિંગ માટે કરી શકાશે. ધાર્મિક, સામાજીક, રમતગમત કે અન્ય કાર્યક્રમોમાં 200થી વધુ લોકોની મનાઈ, અહીં રાજ્ય સરકારને વ્યક્તિઓની સંખ્યા ઘટાડી 100 કરવા છૂટ આપી છે.

Follow Me:

Related Posts