fbpx
ગુજરાત

ગુજરાતમાં કોરોના વેક્સિનઃ ટ્રાયલનો પ્રારંભ સોલા સિવિલ હોસ્પિટલમાંથી…..!

દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૪,૩૭૬ નવા કોરોના કેસ સામે આવ્યા છે. એટલે કોરોના સંક્રમિતોનુ કુલ સંખ્યા ૯૨,૨૨,૨૧૭ પર પહોચી ગયો છે અને મૃત્યુ આક ૧,૩૪,૬૯૯ પર પહોંચી ગયો છે. વિશ્વના દેશોમાં કુલ મળીને ૫,૯૭,૫૯,૫૩૫ કોરોના કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક ૧૪,૦૯,૨૦૮ પર પહોંચી ગયો છે. કોરોના સમયકાળમાં કોરોના મારક રસી શોધવામાં અનેક દેશોના વૈજ્ઞાનિકો અને તજજ્ઞો ગળાડૂબ છે… ત્યારે વિશ્વમાં દશ જેટલી રસી શોધી કાઢવામાં આવી હોવાનું જાહેર થયુ છે…જે પૈકી રશિયાની સ્પકતનિક ૫ રસી ૯૫ ટકા સફળ થઈ હોવાનો રશિયાએ દાવો કર્યો છે. ત્યારે ભારત સફળતાના અંતિમ તબક્કે પહોંચી ગયેલી કોરોના રસી પર નજર રાખીને તૈયાર બેઠું છે અને તેની કિંમત પર નજર રાખી રહ્યું છે….. ટૂંકમાં ભારત ઝડપી ગતિએ કોરોના વેક્સિન મેળવવાની તૈયારી કરી લીધી છે અને તે કારણે દેશભરના રાજ્યોને કોરોના રસીનો સંગ્રહ કરવા અને તેને સુરક્ષિત રાખવા માટે કોલ્ડ સ્ટોરેજ તૈયાર રાખવા માટેની સુચના વડા પ્રધાન મોદીજીએ આપી દીધી છે. તેમજ વેક્સિન ઉપલબ્ધ થતા મેડીકલ સેવકોને પ્રાધાન્ય આપવા માટે પણ સૂચના આપી દીધી છે. જાેકે અત્યારે તો “ભેંસ ભાગોળે” જેવી સ્થિતિ છે. આ બધી બાબતો વચ્ચે ગુજરાતમાં કોરોના વાયરસ ની ગતિ તેજ બની ગઇ છે અને ગુજરાત કુલ ૨ લાખ કેસ પાર કરી ગયું છે, જ્યારે મૃતાક ૪૦૦૦ ને આબવાની તૈયારીમા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૧૦ નવા કેસ નોંધાયા છે અને તેમાં પણ અમદાવાદમાં કોરોનાએ વરવુબ રૂપ ધારણ કર્યું છે…જ્યા છેલ્લાપ ૨૪ કલાકમાં ૩૨૩ કેસ અને ૧૨ મૃત્યુ થયા છે……જેથી લોકો ફફડી ગયા છે…… પરંતુ ગુજરાત માટે સારા સમાચાર એ છે કે ભારત બાયોટેક કંપનીએ કોરોના સારવાર માટે બનાવેલી વેક્સીન “કોરોક્સિન” અમદાવાદની સોલા હોસ્પિટલ ખાતે આવી ગઈ છે. જ્યાં ૩૮ ડોક્ટર્સ,૭૩ નર્સ, ૨ ફાર્માસિસ્ટ આને ૧૪ સફાઈ કામદારો કોરોના ગ્રસ્ત બન્યા હતા. અને તાજેતરમાં વધુ ૧૬ ડૉક્ટલ કોરોના સંક્રમિત બન્યા છે. આ સોલા સિવિલ હોસ્પિટલમાં ૧૦૦૦ સ્વસ્થ સ્વયંસેવકોને તૈયાર કરવામાં આવ્યા છે અને તેઓને આ રસી આપવામાં આવશે. આ રસીની ઝડપી ટ્રાયલ હોવાથી જલ્દી પરિણામો આવી શકે…. રસી આપ્યા બાદની પ્રક્રિયા પૂર્ણ થતાજ તેની ટ્રાયલ શરૂ થશે. તજજ્ઞોને આશા છે કે સફળતા અવશ્ય મળશેજ…..!
દેશમાં કોરોના મહામારી વચ્ચે કુદરતી કહેર એક પછી એક ત્રાટકતા રહ્યા છે… શરૂમાં અતિવૃષ્ટિ ત્યારબાદ પૂરની આફતે કેટલાક વિસ્તારોમાં વિનાશ વેર્યો છે… તો હવે સમુદ્રમાં આવેલા વિનાશક ચક્રવાતે દક્ષિણ ભારતના રાજ્યોના દરિયા કિનારાના વિસ્તારોને ઘમરોળવાનું શરૂ કર્યું છે જેમા તમિલનાડુ, પોંડિચેરી, આંધ્ર પર વાવાઝોડું ત્રાટકી શકે છે. હાલ ૧૦૦ થી ૧૧૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યા છે જે ૧૩૦ કિલો મીટરની ઝડપ પકડી શકે છે….બુધવાર સાંજથી તમિલનાડુ, પોંડિચેરી, આંધ્ર ના દરિયા કિનારા વિસ્તારોને આ વાવાઝોડું ઘમરોળી શકે છે…. ત્યાંની સરકારોએ દરિયાકિનારાના વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળો ઉપર ખસેડવા સાથે બચાવ માટેના તમામ આયોજન કરી લીધા છે. તો કેન્દ્ર સરકારે ત્યાં વધુ નુકસાન થવાની શક્યતા જાેતા તમિલનાડુમાં એનડીઆરએફના ૧૨ દળો, આંધ્રપ્રદેશમા ૭ દળો અને પોંડિચેરીમા ૩ દળો અગાઉથી તમામ જરૂરી ઉપકરણો સાથે ઉતારી દીધા છે બાકીની ૫૦ થી વધુ ટીમો તૈયાર રાખવામાં આવી છે. બીજી તરફ પડોશી દુશ્મન દેશોની ભારતની સુરક્ષાને નુકસાન કરતી વિવિધ પ્રવૃત્તિઓને પહોંચી વળવા સરહદો પર પગલા લેવામાં આવી રહ્યા છે. તો ચીન ઉપર ભારતે વધુ એક એપ પર પાબંધીની સ્ટ્રાઈક કરી છે.. શરૂઆતમાં ભારતે ૫૯ એપ ત્યારબાદ ૪૮ એપ પર પાબંધી ફરમાવી દીધી હતી અને તાજેતરમાં વધુ ૪૩ એપ પર પ્રતિબંધ મુકતા ચીનને મોટો ફટકો પડ્યો છે. હવે ભારતની સુરક્ષાને નુકસાન કરતી એપ્સો પર મોટાભાગે પ્રતિબંધમા છે…..!જાે કે અમેરિકાએ જે રીતે ચીનને ૩૦૦ કંપની પર શેર બજારમાં પ્રતિબંધ મૂકી મોટો ઝટકો આપ્યો છે તે ચીન માટે મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે… ત્યારે ભારતમાં આજે પણ ચીનની બેંક કાર્યરત છે……! જે નોંધવું રહ્યું……!!

Follow Me:

Related Posts