fbpx
ગુજરાત

કોંગ્રેસના સિનિયર નેતા અને રાજયસભાના સાંસદ અહેમદભાઈ પટેલના આજરોજ થયેલા નિધન અંગે ઘેરા શોકનીલાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ

સફળ રાજનેતા, મૃદુભાષી, વિનમ્ર વ્યક્તિત્વ, પોતાના રાજકીય જીવનની એક આગવી છાપ છોડનારા અહેમદભાઈ પટેલ આજે આપણી વચ્ચે નથી રહ્યાં ત્યારે ઈશ્વર તેમની આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું. – સી.આર.પાટીલ

પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલેકોંગ્રેસના સિનિયર નેતા અને રાજયસભાના સાંસદ અહેમદભાઈ પટેલના આજરોજ થયેલા નિધન અંગે ઘેરા શોકનીલાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.શ્રી પાટીલે જણાવ્યું છે કે, અહેમદભાઈ પટેલે ગુજરાતના નાના વિસ્તારથી તેમની રાજકીય સફરની શરૂઆતકરી હતી અને તેમની કાબેલિયતના કારણે તેઓ રાષ્ટ્રીય રાજનીતિમાં કોંગ્રેસના મહત્વના નેતા તરીકે પ્રસ્થાપિત થયા હતા.સફળ રાજનેતા, મૃદુભાષી, વિનમ્ર વ્યક્તિત્વ, પોતાના રાજકીય જીવનની એક આગવી છાપ છોડનારા અહેમદભાઈપટેલ આજે આપણી વચ્ચે નથી રહ્યાં ત્યારે ઈશ્વર તેમની આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું.

Follow Me:

Related Posts