fbpx
ગુજરાત

સુરત ની શ્રેય માર્ગે ચાલવા ની પ્રેરણા આપતી સંસ્થા પ્રેરણા ગૌસેવા “પર હિત સરીત ધરમ નહિ”

જીવદયા ની પ્રેરણા આપતું પ્રેરણા ગૌસેવા ટ્રસ્ટ ગુલાબી યુનિફોર્મ માં સજ્જ યુવાનો ની ફૂલ ગુલાબી સેવા  મુંગા પશુ ઓ ના અગણિત ઉપકાર માનવ જાત ઉપર છે વફાદારી નો ઉચ્ચો આંક ધરાવતા અબોલ જીવો ની સેવા કરતા પ્રેરણા ટ્રસ્ટ ના યુવાનો અતિ અસાધ્ય રોગ અકસ્માત થી ઘાયલ પીડિત રિબતા જીવો માટે માટે અપાર કરુણા વરસાવતી સેવા કરે છે 

અતિ દુર્ગધ જીવાત પડી ને સડી રહેલ કોઈ પણ જીવ નું પુરા જતન થી સેવા કરે છે આ સ્વંયમ સેવી યુવાનો દિવસે પોતા ના પરિવાર ના જીવન નિર્વાહ માટે કામ ધંધો વેપાર બિઝનેશ કરે છે અને વહેલી સવારે અને રાત્રે સમય કાઠી સંસ્થા માં રહેલ અબોલ જીવો ના ઓપરેશન ડ્રેસિંગ અને નિયમિત ઘાસચારો નાંખી દુઃખ દર્દ થી પીડિત જીવો ને કુદરત સહજ જીવન તરફ દોરી જવા પ્રયત્ન કરે છે 

એનિમલ માટે અસંખ્ય કાયદા ઓ બજેટ જોગવાઈ કરાય છે પણ માનવ જાત કેટલી સ્વાર્થી છે? પશુ ઉર્જા ઉપાર્જન ના ઉપીયોગ સ્વાર્થી માનવી ઓ આવા જીવો ને  રસ્તે  રઝળતા મૂકી દે  છે 

પોતા ની અસ્તિવત ટકાવી રાખવા મથતા મુંગા પશુ ઓ ને ઉંડા અંધારેથી પરમ તેજે લઈ જતા સ્વંયમ સેવી યુવાનો નો શ્રમ વંદનીય છે 
આવા રસ્તે રઝળતા જીવો ની માવજત કરી નવજીવન બક્ષે છે  પ્રેરણા ટ્રસ્ટ ની પ્રેરક પ્રવૃત્તિ નિષ્ણાંત પશુ ચિકિયસકો સ્વંયમ સેવી યુવાનો ઉદારદિલ દાતા ના આર્થિક સહયોગ થી સરકાર ની એક પણ રૂપિયા ની સહાય વગર ચાલતી પ્રેરણા ટ્રસ્ટ ની પરમાર્થ પ્રવૃત્તિ ના સમર્પિત યુવાનો ની અદભુત સેવા અંતરઆત્મા ને આનંદિત કરતી સંસ્થા માં 

દૈનિક વહેલી સવારે સ્વેચ્છા એ સમય સર આવી મુંગા પશુ ઓ ને ઘાસચારો દવા સારવાર ડ્રેસિંગ અને ભાંગી ગયેલ પગ અસ્તિ ભંગ ધરાવતા પશુ ઓ ને જરૂરી કસરત પડખા ફેરવવા સહિત ભારે શ્રમ સેવા કરતા ની સેવા કાબિલેદાદ માંગી લે તેવી છે

Follow Me:

Related Posts