fbpx
ગુજરાત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ભાવનગરમહાનગરપાલિકા વિસ્તારના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૨૫૨ EWS-2 આવાસોનો ઇ-કોમ્પ્યુટરાઇઝડ ડ્રો યોજાયો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી-:
ગુજરાતમાં જરૂરિયાતમંદ તમામને “ઘરનું ઘર” મળે તે રાજ્ય સરકારનો નિર્ધાર
ઇંઝ ઓફ ડુઇંગ બિઝનેસની જેમ ઇઝ ઓફ લિવિંગને પણ પ્રાધાન્ય આપી રહેવા લાયક શહેરો
બનાવીએ
કોરોના સંક્રમણ અટકાવવા સાવચેતી સાથે માસ્ક પહેરવો ફરજિયાત : માસ્ક વિના રૂ. ૧૦૦૦નોદંડ કરાશે ભાવનગર પણ અન્ય શહેરોની સાથે સ્પર્ધા કરી વિકાસમાં અગ્રેસર રહે

તા.૨૬ : ગુજરાતમાં જરૂરિયાતમંદ તમામના માથે છત આવે, તમામ ગરીબ-મધ્યમ વર્ગનાલોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તેવા ધ્યેય મંત્ર સાથે ગુજરાત સરકાર કાર્ય કરી છે તેમમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર ખાતેના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસોના ઇ-કોમ્પ્યુટરાઇઝડ ડ્રો પ્રસંગે ગાંધીનગરથી જણાવ્યું હતું.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં અંદાજે રૂ. ૧૧૯ કરોડનાખર્ચે તૈયાર થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૨૫૨ EWS-૨ આવાસોનો ઇ-કોમ્પ્યુટરાઇઝડ ડ્રોયોજાયો હતો.મુખ્યમંત્રીએ નવીન આવાસોના ડ્રો પ્રસંગે લાભાર્થીઓને અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓને નવા વર્ષની શુભેચ્છાઓ આપતાં કહ્યું હતું કે, સરકાર જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથેવિકાસ દિશામાં આગળ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સસ્તા આવાસો ઘરે ઘરે શૌચાલયો,નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી, વિનામૂલ્યે ઘર ઘથ્થુ ગેસ જોડાણ, વિના મૂલ્યે જનધન બેંક ખાતા, PMઆયુષ્ય અને મા અમૃતમ હેઠળ રૂ. ૫ લાખનું આરોગ્ય કવચ જેવી અનેકવિધ લાભો આપ્યા છે. ગુજરાતસરકારે તાજેતરમાં ગરીબ લોકોને સસ્તું અનાજ મળી રહે તે માટે ૧૦ લાખ કાર્ડ ધારકોને લાભ આપ્યો છેઅને આજે ભાવનગરના લોકોને ૧૨૫૨ સુવિધાયુક્ત લિફ્ટ સહિતના આવાસો આપવામાં આવી રહ્યા છે. આડ્રોમાં બાકી રહેલા પણ તમામ લોકોને રાજ્ય સરકાર સસ્તા આવાસો ઉપલબ્ધ કરાવશે. ભાવનગર શહેરમાંઅંદાજે રૂ. ૧૭ થી ૧૮ લાખની કિંમતનું ઘર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અંદાજે રૂ. ૫.૫૦ લાખનીકિંમતમાં આપવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર અને લોકોના સહયોગથી ગુજરાતમાં કોરોના રિકવરી રેટ ૯૨ ટકા જ્યારેમૃત્યુદર ઘટીની પોણા બે ટકા થયો છે. કોરોનાથી ગભરાયા વિના સંક્રમણ અટકાવવા સાવચેતી સાથે માસ્ક,બે ગજની દૂરી અને વારંવાર હાથ ધોવા જરૂરી છે. રાજ્યમાં માસ્ક નહી પહેરનાર નાગરિકને રૂ. ૧૦૦૦નાદંડની કડક જોગવાઇ કરવામાં આવી છે.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની જેમ ઇઝ ઓફ લિવિંગને પણ પ્રાધાન્ય આપીનેઆપણે ગુજરાતના શહેરો રહેવા અને માણવા લાયક બનાવવા પડશે. વડાપ્રધાન દ્વારા તાજેતરમાંગુજરાતને સી પ્લેન, ગિરનાર રોપ વે તેમજ ભાવનગરને રો પેક્સ ફેરી સર્વિસની ભેટ આપવામાં આવી છે.આ ઉપરાંત ભાવનગર પ્રથમ CNG ટર્મિનલ પણ ધરાવે છે. સૌ સાથે મળીને ભાવનગર પણ અન્ય શહેરોનીસાથે સ્પર્ધા કરી વિકાસમાં અગ્રેસર રહે તેવા પ્રયાસો કરવા પડશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.આ કાર્યક્રમમાં ભાવનગર ખાતે ઉપસ્થિત રહેલા ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે ઓછીઆવક ધરાવતા 1252 લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન આજ સાકાર થવા જઈ રહ્યું છે.સરકારી વ્યવસ્થાઓમજબૂત કરી વિશ્વાસનું વાતાવરણ સરકારે ઉભું કર્યું છે.મુખ્યમંત્રીને ગુજરાતના વિકાસની ગતિ સતતજાળવી રાખવા બદલ અભિનંદન પાઠવતાં ધારાસભ્યએ ઉમેર્યું હતું કે કોરોના જેવી મહામારીમાં પણસરકાર લોકોને મદદરૂપ થવાનું ચુકી નથી.આ પ્રસંગે મેયર મનહરભાઇ મોરીએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલે સ્વાગત પ્રવચન તેમન ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એમ. એ. ગાંધીએઆભારવિધિ કરી હતી.આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, શાસક પક્ષ નેતા પરેશભાઈ પંડ્યા, ટાઉન પ્લાનિંગકમિટી ચેરમેન કિશોરભાઈ ગુરૂમુખાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નિલેશભાઈ રાવલ, દંડક શાસક પક્ષ જલ્વીકાબેન ગોંડલીયા, શહેર ભા.જ.પા. પ્રમુખ રાજીવ ભાઈ પંડ્યા, અમોહભાઈ શાહ, ચીમનભાઈ યાદવ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ તથા લાભાર્થીઓઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts