fbpx
ગુજરાત

ઘટનાને લઇ સરકાર પાસે રીપોર્ટ માંગ્યોઃ ૧લી ડીસેમ્બરે સુનાવણીરાજકોટની ઉદય શિવાનંદ કોવિડમાં હોમાઇ ૫ જીંદગી, સુપ્રીમ કોર્ટ લાલઘુમ

આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક દર્દીના વારસદારને ૪ લાખની સહાય આપવાની જાહેરાત, સોંપાઈ તપાસ, વડાપ્રધાને વ્યક્ત કરી સંવેદના

કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ થંભવાનું નામ લેતી નથી અને કોરોનાના કહેર સામે લડતા દર્દીઓ આગમાં જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા ૪ મહિનામાં રાજ્યના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગર સહિતનાં શહેરોમાં કોવિડ હોસ્પિટલમાં આગના બનાવ બન્યા છે. ત્યારે આ આગે નિર્દોષ દર્દીઓના ભોગ લીધા છે. અત્યારસુધીમાં અમદાવાદ અને રાજકોટની કોવિડ હોસ્પિટલની આગમાં ૧૩ દર્દી ભડથું થયા છે. રાજકોટમાં લાગેલી આગ મુદ્દે સર્વોચ્ચ અદાલતે રૂપાણી સરકારનો ઉધડો લીધો છે. અદાલતે આ મુદ્દે સરકાર પાસે જવાબ માંગ્યો છે અને સોલિસિટર જનરલને પણ આકરા સવાલો કર્યા છે. ગુજરાતમાં અવારનવાર આગની ઘટનાઓના કારણે કોરોના વાયરસની સામે ઝઝૂમી રહેલા દર્દીઓ મોતને ભેટી રહ્યા છે.
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં ૫ લોકોનાં મોત થયાં હતાં. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દર્દીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું, સાથે જ આગની દુર્ઘટનાની તપાસ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશને સોંપી છે. આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક દર્દીના વારસદારને ૪ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. ઁસ્ મોદીએ સોશિયલ મીડિયામાં કહ્યું છે કે, પ્રશાસન અસરગ્રસ્તોની સહાય કરી રહ્યું છે તમામ શક્ય સહાયની ખાતરી આપી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં કહ્યું છે કે, રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગવાથી ભારે જાનહાનિ વેઠવી પડી છે. મારા વિચારો તે લોકો સાથે છે જેમણે આ કમનસીબ દુર્ઘટનામાં તેમના પ્રિયજનો ગુમાવ્યા છે. ઈજાગ્રસ્તોનું આરોગ્ય ઝડપથી સારૂ થાય તેવી મારી પ્રાર્થના છે. પ્રશાસન અસરગ્રસ્તોને તમામ શક્ય સહાયની ખાતરી આપી રહ્યું છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના ૩૩ દર્દી સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ મામલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. મુખ્યમંત્રી સતત અમારા સંપર્કમાં છે. કોઈપણ જવાબદાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે. ફાયરબ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે મધરાતે ૧૨.૨૦ વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં ૫ દર્દી બળીને ભડથું થઈ ગયા હતા. એમ છતાં રાજકોટ શહેરના કલેક્ટર સહિત એકપણ ધારાસભ્ય ડોકાયા નહોતા.
રાજકોટની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં એક કર્મચારીએ સાત દર્દીને બચાવ્યા
આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના ૩૩ દર્દી સારવાર લઈ રહ્યા હતા, ત્યારે આગ લાગી હતી એ દરમિયાન એક કર્મચારી દર્દીઓનો મસીહા બનીને આવ્યો હતો. ઉદય કોવિડ હોસ્પિટલમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા અજય વાઘેલા નામના કર્મચારીએ બહાદુરીનું કામ કર્યું હતું. ગ્રાઉન્ડ ફલોર અને પહેલા માળે આગ લાગતાં અજય વાઘેલા નામના હોસ્પિટલના એક કર્મચારીએ કોવિડના સાત દર્દીને વારાફરતી ખભા પર ઊંચકી અગાશી પર મૂકી આવ્યો હતો.
મૃતકની બહેને કહ્યું- ૪૦૦ કરોડ આપો તોપણ ભાઈની ખોટ કેમ પુરાય
આગની ઘટનાની જાણ થતાં જ દર્દીનાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં છે, જેમાં સંજયભાઈ રાઠોડનાં બહેન સંધ્યાબહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતાં અને જણાવ્યું હતું કે ૪ લાખની સહાય શું ૪૦૦ કરોડ રૂપિયા આપે તોપણ ભાઈની ખોટ કેમ પુરાય. બીજી તરફ, મૂળ મોરબીના નીતિનભાઈ મણિલાલ બદાણીના પુત્ર અંકિતભાઈએ જણાવ્યું હતું કે અમને શું ખબર પપ્પા સવારે ઊઠશે જ નહીં.
મેયર મેડમ માટે તો બધું ‘કુદરતી જ કુદરતી
ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. જ્યારે ઘટના બનતા જ અધિકારીઓ દોડી આવ્યા હતા. આ વચ્ચે રાજકોટના મેયરનું બેજવાબદારી ભર્યું નિવેદન સામે આવ્યું છે. રાજકોટના મેયર બિના બેન આચાર્યએ આગ દુર્ઘટનાને કુદરતી ગણાવી છે. આ સિવાય ૫ દર્દીઓના મોતની ઘટનાને પણ કુદરતી ગણાવી છે.

Follow Me:

Related Posts