fbpx
ગુજરાત

કોરોના વચ્ચે અમદાવાદ રેલવે ડિવિઝને કર્મચારીઓની બદલીના આદેશ કરતા રોષ

કોરોના મહામારી વચ્ચે રેલવે બોર્ડ દ્વારા કર્મચારીઓની ટ્રાન્સફર ન કરવા માટે ર્નિણય કર્યો હતો. જાેકે, કોરોનાની મહામારીમાં અમદાવાદ ડિવિઝનને કોઈ ફરક પડતો ન હોય તેમ રેલવે બોર્ડના પરિપત્રની ઐસીતૈસી કરીને પોતાના પાવરથી કર્મચારીઓની બદલી કરી દીધી છે.
કોરોનાની મહામારી વચ્ચે રેલવે બોર્ડ દ્વારા ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી બદલી ન કરવા આદેશ કરાયો છે. આમ છતાં અમદાવાદ રેલવે ડિવિઝનમાંથી અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયને પણ આક્ષેપ કર્યો છે કે, રેલવે બોર્ડનો આદેશ હોવા છતાં બદલીઓ કરવામાં આવી છે.
કર્મચારીઓ એક જગ્યા પરથી બીજી જગ્યાએ જાય છે ત્યારે તેમને કોરોનાનું સંક્રમણ લાગવાનો ડર રહે છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયન મંડળ મંત્રી એચ.એસ.પાલે જણાવ્યું છે કે, રેલવે બોર્ડના આદેશનું પણ પાલન થયું નથી. મહામારી વચ્ચે પણ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.

Follow Me:

Related Posts