fbpx
ગુજરાત

વડાપ્રધાનની વેક્સિન યાત્રા: સાંજે મહત્વની જાહેરાત કરે તેવી સંભાવના

કોરોના વાઈરસ સામે રક્ષણ આપતી વેક્સિનના ઉત્પાદનના પ્રોગ્રેસની સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વેક્સિન યાત્રા ઉપર છે અને એક જ દિવસમાં દેશના ત્રણ રાજ્યોનો પ્રવાસ કરશે. જેની શરૂઆત અમદાવાદના ઝાયડસ કેડિલા ફામર્,િ ઝાયડસ બાયોટેક પાર્કથી કરી છે. ઝાયડસ કેડિલા દ્વારા-નામની વેક્સીન તૈયાર થઈ રહી છે. વડાપ્રધાન આ રસીના પરીક્ષણોની સમીક્ષા કરશે. અમદાવાદના ચાંગોદર સ્થિત ઝાયડસ કેડિલા કંપ્નીનો પ્લાન્ટ આવેલો છે. ઝાયડસ કેડિલા કંપ્નીમાં બનતી ઝાયકો-ડી નામની દવા મામલે પીએમ મોદી પ્લાન્ટની વિઝીટ કરવાના છે. ઝાયકોવ-ડી નામની દવા પ્લાઝમીડ ડીએનએ વેક્સીન છે. કંપ્ની દ્વારા ઝાયકોવ-ડી દવાની 2 ટ્રાયલ પૂર્ણ કરી લેવાઈ છે. ડિસેમ્બર સુધીમાં આ દવાની ત્રીજી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. કંપ્ની દ્વારા 10 કરોડ દવાઓનો ડોઝ અગાઉથી જ બનાવીને તૈયાર કરાયો છે. ડોઝ બનાવવા માટે એક નવો પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઝાયડસ કેડિલાએ તૈયાર કરેલી ઝાયકોવ-ડી વેક્સીન માર્ચ સુધીમાં આવશે. આવતા મહિને જ ત્રીજા તબક્કાનાં ટ્રાયલની શરૂઆત થશે. ઝાયકોવ-ડી વેક્સીન આધારિત છે. પ્રાણી પરના પ્રયોગમાં અસરકારક સાબિત થઈ હતી. બાદમાં ફેઝ-1માં 48 અને ફેઝ-2માં 1 હજાર વોલંટિયર્સને રસી અપાઈ હતી. તેમાં પણ પરિણામ અસરકારક મળ્યા છે. ઝાયકોવ-ડીને સ્ટોરેજ કરવા કોલ્ડ સ્ટોરેજની ઓછી જરૂરિયાત પડશે. અમદાવાદ બાદ વડાપ્રધાન મોદી હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક અને પૂણે સ્થિત સીરમ ઈસ્ટિટયુટની પણ મુલાકાત લેશે. વડા પ્રધાન તેના પરિક્ષણો, ઉત્પાદન અને વિતરણના પ્રસ્તાવિત આયોજન સંદર્ભે પણ સમીક્ષા કરશે. એક જ દિવસમાં ઝંઝાવાતી પ્રવાસ બાદ કોરોનાને નાથવા વડા પ્રધાન મહત્ત્વની જાહેરાત કરે તેવી અટકળો વહેતી થઈ છે. સીરમ ઇન્સ્ટિટયૂટ, પૂણેના ડિવિઝનલ કમિશનર સુભાષ રાવે જણાવ્યું હતું કે, વડા પ્રધાન આજે પૂણેની મુલાકાતે આવી રહ્યા હોવાનું સત્તાવાર સમર્થન અમને મળી ચૂક્યું છે. સીરમ ઇન્સ્ટિટયૂટના વિવિધ એકમોની મુલાકાતે લેશે. બપોરે હૈદરાબાદ જશે. તેલંગણાના ચીફ સેક્રેટરી સોમેશ કુમારે જણાવ્યું કે, વડા પ્રધાન ભારત બાયોટેકના પ્લાન્ટ અને લેબની મુલાકાત લેશે. હૈદરાબાદ પછી તેઓ પુના ખાતે સિરમ ઇન્સ્ટિટયૂટ આવશે અને પ્લાન્ટ અને રસીની કામગીરીની માહિતી મેળવશે. પીએમઓ દ્વારા ટ્વીટ કરાઈ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રસીની પ્રોસેસની વ્યક્તિગત સમીક્ષા કરવા માટે ત્રણ મોટા શહેરોની મુલાકાત કરશે. તેઓ અમદાવાદના ઝાડયસ કેડિડા પાર્ક , હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં જશે. પીએમ મોદીની સિંગલ પોઈન્ટ મુલાકાતને લઈને અમદાવાદ અરપોર્ટ અને ઝાયડસ ખાસે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વડાપ્રધાન ઝાયડસમાં પહોચ્યા ત્યારે કંપ્નીના માલિક પંકજ પટેલના પરિવારજનોએ તેમને આવકાયર્િ હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ વગેરે હાજર રહ્યા હતા. પીએમ મોદીએ છેલ્લે ઓક્ટોબરના અંતમાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેઓ કેવડિયા ખાતે વિવિધા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. અમદાવાદ-કેવડિયા વચ્ચે સી-પ્લેન સર્વિસનું શરૂ કરાવી હતી.

Follow Me:

Related Posts