fbpx
ગુજરાત

કોરોનાને પગલે સુરતમાં મનપાની તમામ કચેરીઓ શનિ-રવિ રહેશે ચાલુ

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. આ વચ્ચે રાજ્યના ૪ મહાનગરોમાં રાત્રી કરફ્યૂ લાદવામાં આવ્યો છે. ત્યારે હવે કોરોના વચ્ચે સુરત માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. કોરોનાની ગંભીર સ્થિતિને પગલે મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. હવે સુરતમાં મનપાની તમામ કચેરીઓ શનિ-રવિ ચાલુ રહેશે. આ સિવાય રવિવારની રજા હોવા છતા પણ કચેરી ચાલુ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
કોરોનાની ગંભીર બનતી સ્થિતિને પગલે મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. સુરત મનપાની તમામ કચેરીઓ ચાલુ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સિવાય રવિવારની રજામાં પણ કચેરીઓ ચાલુ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ અંગે તમામ વિભાગીય વડાઓને કમિશનર બચ્છાનિધિ પાનીએ અમલ કરવા માટે આદેશ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં રાત્રી કરફ્યૂ આપવામાં આવ્યો છે. આ વચ્ચે અમદાવાદમાં કોરોના કેસ વધતા ગત શનિ અને રવિવાર બે દિવસ કરફ્યૂ આપવામાં આવ્યો હતો. તે બાદ સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કરફ્યૂ આપવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts