fbpx
ગુજરાત

સુરત ના કતારગામ સૌરાષ્ટ્ર ટેક્ષટાઇલ્સ ના પ્રમુખ સ્વ હિમતભાઈ ભાતિયા ની પ્રાર્થના સભા માં મહા રક્તદાન કેમ્પ ૨૨૩ યુનિટ રક્ત એકત્રિત “વ્યક્તિ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે જનજન માં જીવંત રહે” તેવી સુંદર ભાવના એ પરિવારે અનોખી શ્રદ્ધાજંલી અર્પી

સુરત સૌરાષ્ટ્ર ટેક્ષટાઇલ્સ ના પ્રમુખ સ્વ હિતમભાઈ ભાતિયા ની પ્રાર્થના સભા  માં મહા રક્તદાન થી અનોખી શ્રદ્ધાજંલી આપતા રક્તદાતા ઓ 

વ્યક્તિ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે જનજન માં જીવંત રહે તેવા સદકાર્યો જીવંત પર્યન્ત સુગંધી પુષ્પો ની માફક સુવાસ ફેલાવે છે 

આખી દુનિયા કોરોના રોગથી ભયભીત છે લોકો રક્તદાન કરવા માટે તૈયાર થતા નથી એવા વિકટ સમયમાં સ્વ હિંમતભાઈ ભાતિયા ની શ્રદ્ધાંજલિ નિમિત્તે સદગત ના પુત્ર રત્નો એ  રક્તદાન શિબિર યોજી  ૨૨૩  યુનિટ રકત એકત્ર કર્યું 

સુરત ની લોક સમર્પણ બ્લડ બેંક ના સહયોગ સ્વ હિમતભાઈ ભાતિયા  પરિવાર ની અનોખી પહેલ પ્રાર્થના સભા દ્વારા સુંદર પરમાર્થ નું કાર્ય 

મૂળ સૌરાષ્ટ્ર ના બાબરા તાલુકા ના નવાણિયા ગામ ના સામાન્ય ખેડૂત પરિવાર ના હિતમભાઈ ભાતિયા ની અનેક વિધ સેવા પ્રવૃત્તિ ના કારણે અસંખ્ય સંસ્થા માં સેવારત હતા તેમના ઉમદા ગુણ સદગત ના પુત્ર રત્નો માં ઉતરી આવ્યા અને સ્વર્ગીય પિતા ની પ્રાર્થના સભા માં રક્તદાન શિબિર યોજી અનોખું પરમાર્થ નું સુંદર કાર્ય કર્યું 

Follow Me:

Related Posts